મુશ્કેલીઓમાં ફસાયેલા મમતા બેનર્જીએ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ સાથે કલકત્તામાં મુલાકાત કરી હતી. આ મુલાકાત વર્ષ 2024 ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપના વિરુદ્ધ વિપક્ષને એક રાષ્ટ્રીય મોરચો બનાવવાની તેની ઉમ્મીદોનું પરિણામ હોઈ શકે છે. અખિલેશ યાદવની પાર્ટી પોતાની કાર્યકારિણી કમિટીની મીટીંગ કલકત્તામાં આયોજિત કરી હતી પરંતુ અખિલેશ ની પ્રમુખ ચુંટણી નજર તો મુસ્લિમ મતદારો પર જ છે. જે મુખ્યત્વે મમતા બેનર્જીનું પણ લક્ષ્ય છે.

ઉત્તર પ્રદેશમાં જરૂર ભારે પરાજયની આશા હશે આથી તેઓ બંગાળમાં પોતાની પાર્ટીની યેન કેન પ્રકારે કોઈ ઉપસ્થિતિ નોંધાવા ઈચ્છે છે અને તે વાત મમતા બેનર્જીના હીતની વિરોધમાં હશે. ભાજપ વિરોધી વિપક્ષની એકતાના રાષ્ટ્રીય સ્તરના નેતા બનવાના સપના જોઈ રહેલા મમતા બેનર્જી પટણા જઈ રહ્યા છે. મમતા અને અખિલેશ ની બેઠકથી અનેક વાતો અને અટકળો વહેતી થઈ છે.
READ ALSO
- VIDEO/ આરામ ફરમાવી રહ્યો હતો “પાણીનો દૈત્ય”, ચિત્તાએ કર્યો વાર; પળભરમાં કામ કર્યું તમામ
- લોકસભા ચૂંટણીમાં ભાજપને બીજી પાર્ટીઓ જીતાડશે આ 6 રાજ્યમાં 60 સીટ, જાણો કેવી રીતે
- અમદાવાદ / નર્સિંગની વિદ્યાર્થીનીની કરી છેડતી, ભાજપના નરોડા વોર્ડના મંત્રી મયુરસિંહને પોલીસે દબોચ્યો
- સાસુ-સસરાએ પોતાના પુત્રના મૃત્યુ પછી વહુનું કર્યું કન્યાદાન, મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં બાબુલ ફિલ્મની સ્ટોરી વાસ્તવિકતામાં બદલાઈ
- દિલ્હીના બજેટને લઈને હોબાળો શા માટે મચ્યો છે? બજેટ રજૂ કરવાનો મંગળવારનો દિવસ હતો નક્કી