GSTV
Home » News » અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખની વિવાદિત પોસ્ટ વાઈરલ, દીકરીને દૂધ પીતી કરવાનો ઉલ્લેખ

અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખની વિવાદિત પોસ્ટ વાઈરલ, દીકરીને દૂધ પીતી કરવાનો ઉલ્લેખ

દાંતીવાડાના જેગોલ ખાતે ઠાકોર સમાજના 12 ગામોના બંધારણ બાદ વધુ એક વિવાદિત પોસ્ટ સામે આવી છે. અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ નવઘણજી ઠાકોરના સોશિયલ એકાઉન્ટ પરથી એક પોસ્ટ મુકાઈ હતી.

જેમાં ઠાકોર સમાજની દીકરી બીજા સમાજમાં લગ્ન કરે તો આપણા જુના રિવાજનો અમલ કરો. દિકરીને દુધ પીતી કરો તેવો ઉલ્લેખ ફેસબુક પોસ્ટમાં થયો હતો. જોકે આ વિવાદીત પોસ્ટ વાયરલ થયા બાદ તેને ડિલિટ કરી દેવાયા. પરંતુ તે પોસ્ટના સ્ક્રિન શોટસ વાયરલ થયા છે.

અનેક આગેવાનોએ ફેસબુક ચેટિંગમાં નવઘણજી ઠાકોરનુ નિવેદન વખોડ્યુ છે. નવઘણજી ઠાકોર નવનિયુક્ત રાજ્યસભા સાંસદ જુગલજી ઠાકોર દ્વારા બનાવાયેલ સંગઠન અખિલ ઠાકોર એકતા સમિતિના પ્રમુખ છે.

Read Also

Related posts

આજે અરૂણ જેટલી મોદી સાથે હોત તો ન ફૂકાયો હોત મંદીનો વાયરો, સરકારના હતા સંકટમોચક

Riyaz Parmar

અમિત શાહ સહિતના નેતાઓએ અરૂણ જેટલીને આપી શ્રદ્ધાંજલી

Nilesh Jethva

અરૂણ જેટલીએ ગુજરાતના આ 2 ગામોને લીધા હતા દત્તક, ઉભી કરી હતી આ સુવિધાઓ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!