GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

અખાત્રીજ 2019: 16 વર્ષ બાદ બનશે ચાર ગ્રહોનો શુભ સંયોગ, જાણો તમારા માટે રહેશે કેટલો શુભ

akhatrij 2019

16 વર્ષ પછી સ્વયંસિદ્ધ મુહુર્ત અક્ષય તૃતીયાએ ચાર મોટા ગ્રહો પોતાની ઉચ્ચ રાશિમાં આવવાના છે. સૂર્ય, ચંદ્ર, શુક્ર અને રાહુ મળીને ખરીદી અને માંગલિક કાર્યોના શુભ યોગ બનાવશે. આ દિવસે પરશુરામ જયંતી પણ ઉજવાશે.

જ્યોતિષશાસ્ત્રીઓનું કહેવું છે કે આ વર્ષે બધા જ કામોમાં માટેના અબુઝ મુહુર્ત અને સ્નાન, દાનની પાવન તિથિ વૈશાખ શુક્લ પક્ષ તૃતિયા એટલે કે અક્ષય તૃતિયા 7 મે એ હશે. આ તિથિ સવારે 3 .17થી લઇને આખો દિવસ રહેશે. રોહિણી નક્ષત્રમાં સાંજે 4.26 સુધી  ને વૃષભનો ચંદ્રમા પણ રહેશે. હિન્દુ પંચાંગ મુજબ 16 વર્ષે અક્ષય તૃતિયાએે ચાર ગ્રહોનો શુભ સંયોગ બની રહ્યો. આ પહેલા  2003માં આવો યોગ બન્યો હતો.

આ અક્ષય તૃતિયાએ સૂર્ય, શુક્ર, ચંદ્ર અને રાહુ પોતાની ઉચ્ચ રાશિમાં આવશે. આ ઉપરાંત બીજા કેટલાક શુભ સંયોગ પણ આ દિવસે બની રહ્યાં છે. આ વખતે રવિ, અતિગણ્ડ યોગ અને રાજયોગ પણ રહેશે. જેમની રાશિમાં આ દિવસોમાં કોઈ મુહુર્ત ના હોય તે લોકો અક્ષય તૃતિયાએ લગ્ન કરી શકે છે. બીજા શુભ પ્રસંગો અ્ને લગ્ન માટે પણ આ દિવસ સારો છે.

– માન્યતા છે કે આ દિવસે કરેલુ સ્નાન, દાન, તપ, જપ અને હવન વગેરેનું અભક્ષય ફળ મળે છે.

– આ  દિવસે પૂર્વજોની યાદમાં ઠંડા પાણીની માટલા  પરબમાં મુકાવાથી અને શીતળ વસ્તુઓનું દાન કરવાનું વિશેષ મહત્વ છે.

Read Also

Related posts

પોરબંદરમાં ભારે વરસાદની વચ્ચે કરલી પુલ પર જીવ સટોસટીનો ખેલ, જીવનાં જોખમે માછીમારી

pratik shah

સુરતમાં કોરોનાનો ભરડો: નવી સિવિલમાં સારવાર લઇ રહેલા આટલા દર્દીઓની હાલત ગંભીર

Bansari

લોકડાઉનમાં વતન પરત ફરેલા પરપ્રાંતિયોની વાપસી, 10 હજારથી વધુ શ્રમિકો પરત ફર્યા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!