GSTV

BIG NEWS: અખાડા પરિષદના અધ્યક્ષ મંહત નરેંન્દ્ર ગીરીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં ફાંસીથી લટકેલી હાલતમાં મળી આવ્યો

Last Updated on September 20, 2021 by pratik shah

અખાડા પરિષદના અધ્યક્ષ મંહત નરેંન્દ્ર ગીરીનું સોમવારે નિધન થઈ ગયું છે. નરેન્દ્ર ગીરીનો મૃતદેહ પ્રયાગરાજના તેમના બાધંબરી મઠમાંજ ફાંસીથી લટકતો મળી આવ્યો છે. ઘટનાસ્થળ પર પહોંચીને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગીરીના નિધન પર સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે ટ્વિટ કરીને શોક વ્યક્ત કર્યો છે.

મંહત નરેંન્દ્ર ગીરીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાંમળી આવ્યો

તેમનો મૃતદેહ એક પંખા સાથે લટકેલી હાલતમાં મળી આવ્યો છે, અને પોલીસને રૂમના દરવાજા પણ ચારેય તરફથી બંધ મળી આવ્યા છે. આ કેટલીક વાતોને ધ્યાનમાં રાખીને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ મામલો આત્મહત્યા હોઈ શકે છે. જો ક પોલીસનું કહેવું છે કે કોઈપણ નિર્ણય પર પહોંચવું હાલમાં બહુ ઉતાવળીયું રહેશે.

શિષ્ય આનંદ ગીરી સાથે વિવાદો

શિષ્ય આનંદ ગીરી સાથે વિવાદોના કારણ પણ તેઓ ચર્ચામાં રહ્યા હતા. નિરંજની અખાડામાંથી નિકલ થનારા યોગ ગુરુ આનંદ ગીરી અને અખાડા પરિષદના અધ્યક્ષ મંહત નરેન્દ્ર ગીરીના વિવાદો વચ્ચે મઠ-મંદિરોની જમીનોને લઈને ઘમાસણ પણ ઘણા ચર્ચામાં રહ્યો હતો. સ્વામી આનંદ ગીરીએ રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, ગૃહમંત્રીને પત્ર લખીને અખાડાના વિવાદની જાણકારી આરી હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે શહેરના કીડગંજમાં સ્થિત ગોપાલ મંદિર પણ અડધુ વેચી નાખ્યું છે.

READ ALSO

Related posts

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!