GSTV

શા કારણે લગ્ન માટે શ્રેષ્ઠ દિવસ ગણાય છે અક્ષય તૃતિયા, અહીં જાણો

વૈશાખ સુદ ત્રીજના દિવસને આખા વર્ષ દરમ્યાન અક્ષતનું રૂપ માનવામાં આવેલ હોવાથી ભારતમાં આ દિવસે લગ્નો વધુ થાય છે. પોતાનું લગ્નજીવન પણ હંમેશા અખંડ અને અક્ષય રહે તે હેતુસર લગ્નના મૂહર્તો ગોઠવાય છે. નવયુગલોનો લગ્ન સંસાર સદાયે સુખી રહે. આ દિવસ વર્ષનો વચ્ચેનો  દિવસ માનવામાં આવે છે. હવામાનને જાણનારા અખાત્રીજના પવન ઉપરથી આગામી વર્ષાૠતુના સંકેત મળવે છે. અક્ષય તૃતીયાનું આ વ્રત દાનપ્રધાન વ્રત હોવાથી આ દિવસે વધારેમાં વધારે દાન આપવાનુ મહત્વ રહેલું છે. આથી આ દિવસે કરવામાં આવેલુ જપ, તપ, અન્ન,કુંભ અને જળનું દાન અક્ષત અને અક્ષય ફળ આપે છે. ત્યારે આવો જાણીએ આ અક્ષય તૃતિયાની વાર્તા.

શાસ્ત્રોમાં આ દિવસની કથા બતાવતાં કહ્યું છે કે દેવપુરી નગરીમાં ધર્મચંદ નામનો એક અતિ ધનિષ્ઠ અને સદાચારી વણિક પોતાની પત્ની અને પુત્રો સાથે રહેતો હતો. તે સદાયે પરોપકારનાં કાર્યાર્થે જ મગ્ન રહેતો હતો. તે કીડીઓ માટે કીડિયારું પૂરતો, પંખીઓ માટે દાણા નાખતો, ભૂખ્યા જનોને તે અન્નદાન આપતો, તરસ્યા લોકો માટે તે પરબો બંધાવતો, અને તે સદાયે સદ્કાર્યોમાં મગ્ન રહેતો. પરંતુ તેની પત્નીને પોતાના પતિની દાનવૃતિ જરાપણ ગમતી ન હતી તેથી તે રોજ કંકાસ કરતી. પરંતુ ધર્મચંદ હંમેશા હસીને ચૂપ રહેતો અને પોતાના કાર્યમાં તલ્લીન રહેતો અને ચૂપ થઈ પ્રભુસ્મરણ કર્યા કરતો.

એક દિવસ ભગવાન પરશુરામ ગુપ્તવેશે ફરતાં ફરતાં જ્યાં ધર્મચંદ રહેતો હતો ત્યાં આવ્યાં અને કહ્યું. હે શ્રેષ્ઠનર જો તું ઈચ્છતો હોય કે તારું આપેલ દાન સદાયે અક્ષય રહે અને દાન આપતાં તારા ખાલી થયેલા ધનનાં કોઠારો સદાયે ભર્યાભાદર્યા રહે તો તારે શ્રધ્ધાપૂર્વક અક્ષયતૃતીયાનું વ્રત કરવું જોઈએ. ગુપ્તરૂપમાં રહેલાં ભગવાન પરશુરામની વાત સાંભળીને તે વણિકશ્રેષ્ઠે નિત્યનિયમ અને શ્રધ્ધાપૂર્વક વ્રત કરવાનું ચાલું કર્યું. જ્યારે વ્રત પૂર્ણ થયું ત્યારે તેણે ધામધૂમપૂર્વક વ્રતની ઉજવણી કરી. ધર્મવ્રત દ્વારા સંતુષ્ટ પામેલો તે વણિકશ્રેષ્ઠ પ્રતિવર્ષ વ્રત કરતો અને વ્રત પૂર્ણ થયાં બાદ તેની પૂર્ણાહુતિ પણ કરતો. તે વણિકનાં શ્રધ્ધાપૂર્વક કરાયેલ વ્રતને કારણે તે વણિકનાં ધન અને અનાજના કોઠારો સદાયે ભરેલા રહેતા. તે ધન અને અનાજ વડે તે વણિક ખૂબ દાન કરતો અને પોતાના પૂણ્યોમાં વધારો કરતો.

સમયાંતરે એક દિવસ તે વણિક મૃત્યુ પામ્યો. પોતાના સારા કર્મોને કારણે તેણે એક રાજા તરીકે પુનઃજન્મ લીધો અને ફરી પોતાના સદ્કાર્યોમાં મગ્ન થઈ ગયો. તેનાં સદ્કાર્યોથી પ્રસન્ન થઈ બધાં જ દેવી દેવતાઓ તે રાજાના પ્રદેશમાં રહેવા લાગ્યા. દેવી દેવતાઓનાં આગમનથી તે રાજાની પ્રજા પણ પોતાના રાજાની જેમ સદ્કાર્યોમાં મગ્ન રહેતી. આમ રાજા અને પ્રજા બંને જણા પોતાની પાસે રહેલ તમામનું દાન કરી પોતાના સારા કર્મો દ્વારા જનમાનસમાં પ્રખ્યાત અને પ્રચલિત થવા લાગ્યાં અને સમયાંતરે તેઓ ભગવાન બનીને પૂજાવા લાગ્યાં. આ કથા સાર ટૂંકમાં કહેવો હોય તો એમ કહી શકાય કે જ્યારે જીવ પોતાનાં પાસે રહેલ સર્વસ્વનું દાન કરે છે ત્યારે સમાજમાં સમાનતા આવવા લાગે છે જેને કારણે સમાજનો પ્રત્યેક જીવ સુખી થઈ પ્રગતિ કરતો રહે.

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!