GSTV
Home » News » ચા વાળાને તો એવો મારીશ કે કાનમાંથી લોહી નીકળશે : VIDEO સાંભળો

ચા વાળાને તો એવો મારીશ કે કાનમાંથી લોહી નીકળશે : VIDEO સાંભળો

તેંલગાણામાં વિધાનસભા ચૂંટણીમાં હવે ભાષણો અાક્રમક બની ગયા છે. ઔવેસીએ એટલી હદ સુધી ધમકી આપી છે કે, મુખ્યમંત્રી કોઈ પણ બને અમારી પાર્ટી સામે તો ઝૂકવું જ પડશે. પહેલાં નેતાઓ પરસ્પર આરોપ-પ્રત્યારોપ વધુ આકરા બની રહ્યા છે. AIMIM પ્રુમખ અસદદ્દુીન ઓવૈસી અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ વચ્ચે આરોપ-પ્રત્યારોપ ચાલી રહ્યા છે તેમાં હવે જૂનિયર ઓવૈસીની પણ એન્ટ્રી થઈ ગઈ છે. ચાર મીનાર વિધાનસભામાં એક રેલીને સંબોધન કરતા અકબરુદ્દીન ઓવૈસીએ યોગી અને વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે મોદી વિરુદ્ધ બોલતા એટલે સુધી કહી દીધું હતું કે, ચા વાળાને એટલો મારીશ કે કાનમાં લોહી નીકળવા લાગશે. અકબરુદ્દીન ઔવેસીએ આગળ વધતાં કહ્યું હતું કે, આજે એક આવ્યો છે. તે કેવા કેવા કપડાં પહેરે છે તમાશા કરનારા જેવો દેખાય છે. નસીબથી મુખ્યમંત્રી બની ગયો અને હવે કહે છે કે નિઝામથી ઔવેસીને ભગાડીશ. તુ કોણ, તારી હેસિયત શું, તારા જેવા 56 આવ્યા અને ગયા. ઔવેસીને છોડ તેની 100 પેઢીઓ પણ આ દેશમાં રહેશે અને તારી સામે લડશે.

હૈદરાબાદના ચારમિનાર વિધાનસભા વિસ્તારમાં રેલીને સંબોધતા અકબરુદ્દીને કહ્યું હતું કે, ચા વાળા, અમને હેરાન ન કરશો. ચા-ચાની બૂમો પાડતા રહો છે. યાદ રાખો હું એટલું બોલીશ અને એટલું મારીશ કે કાનમાંથી લોહી નીકળવા લાગશે.

યોગી ઉપર પણ કર્યા પ્રહાર

અકબરુદ્દીન ઓવૈસીએ કહ્યું, આજે વધુ એક આવ્યો છે. કેવા-કેવા કપડાં પહેરા છે. તમાશા જેવું લાગે છે. નસીબથી મુખ્યમંત્રી બની ગયો છે. કહે છે કે, નિઝામની જેમ ઓવૈસીને પણ ભગાડીશ. અરે તું છે શું, તારી હિંમત શું. તારા જેવા 56 આવ્યા અને જતા રહ્યા. અરે ઓવૈસીને છોડો તેની આગામી 100 પેઢી પણ આ દેશમાં રહેશે અને તારી સાથે લડશે અને સંઘર્ષ કરશે. નોંધનીય છે કે, યોગી આદિત્યનાથ અને અસદુદ્દીન ઓવૈસી વચ્ચે સામ-સામે આરોપ પ્રત્યારોપણ ચાલી રહ્યું છે. તેલંગાણાના વિકારાબાદમાં તેંદુરમાં એક રેલીને સંબોધીત કરતા યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, બીજેપી સત્તામાં આવશે તો હું તમને વિશ્વાસ અપાવું છું કે, ઓવૈસીને તેલંગણા છોડીને એવી જ રીતે ભાગવું પડશે જે રીતે નિઝામ હૈદરાબાદ છોડીને ભાગ્યા હતા.

સીએમ હૈદરાબાદ પહોંચી ગયા છે

અસદુદ્દીન ઓવૈસીએ પણ યોગી પર વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે, બીજેપી, મોદી, આરએસએસ, સરકારની નીતિ અને યોગી વિશે વાત કરવાથી શું અમને દેશમાંથી ભગાડી દેવામાં આવશે. માસકપેટમાં જનસભાને સંબોધન કરતી એક રેલીમાં ઓવૈસીએ કહ્યું કે, સીએમ હૈદરાબાદ પહોંચી ગયા છે. યુપી સીએમ કહે છે કે, તેલંગાણામાં બીજેપીની સરકાર બનશે તો ઓવૈસીને ભગાડી દેશું, જે પ્રમાણે નિઝામને ભગાડી દીધાં હતા. તો હું એમને પુછુ છું કે, આ ભગાડી દેવાની વાત તમે ક્યારથી કરી રહ્યાં છો. તેલંગણામાં 5મી ડિસેમ્બરના રોજ ચૂંટણી પ્રચાર પૂરો થશે. ટીઆરએસ અહીં 107 સીટો પર ચૂંટણી લડી રહી છે. અહીં કોંગ્રેસે સ્થાનિક પાર્ટીઓ સાથે ગઠબંધન કર્યું છે.

Related posts

ત્રિશંકુ પરિણામ આવશે તો, રાષ્ટ્રપતિ પાસે સરકાર બનાવવાનો તત્કાળ દાવો રજૂ કરશે વિપક્ષ

Mansi Patel

ક્યાંક પૂજા તો ક્યાંક હવન, ચૂંટણી પરિણામ પહેલાં ભગવાનના શરણે લોકસભા ઉમેદવારો

Bansari

આ લોકસભા સીટ પર માત્ર ભગવો જ લહેરાયો છે પણ આ વખતે ચિત્ર બદલાવાની સંભાવના

Arohi
Do NOT follow this link or you will be banned from the site!