હિન્દૂ અને પારસી વાસ્તુકલાના સમાવેશને સાચવીતા ખૂબજ સુંદર, અને લાલ પત્થરોથી નિર્મિત ફતેહપુર સિકરીમાં સ્મારક સંરક્ષણ માટે ખોદકામ ચાલી રહ્યું છે.

આ ખોદકામના કાર્યમાં 16મી સદીનો ફુલારો મળ્યો છે. આ ફુવારો સેન્ડ સ્ટોન અને લાઈમ સ્ટોનથી બનેલો છે. જ્યારે કર્મચારીઓ ખોદકામ કરી રહ્યા હતા ત્યારે તેમાં ફુલારો મળ્યો.

મુગલ કાળમાં નક્કાશી મીનાકારીનું કામ ખૂબ થતું હતું. તેનાં સાક્ષી રૂપે આ ફુવારો મળ્યો છે. પુરા ફુવારા પર નક્કાશી કરવામાં આવી છે. જેની પહોળાઈ 8.7 મીટર છે અને તેની નીચે 1.1 મીટર ઉંડું ટેન્ક પણ બનાવવામાં આવ્યું છે.

એવું માનવામાં આવી રહ્યું છે કે, ફુલારાને વાતાવરણને ઠંડુ કરવા માટે બનાવવામાં આવ્યું હશે. એવું પ્રથમ વખત થયું છે કે સિકરીના મોટા કિલ્લામાં ફુવારો મળ્યો છે. પુરાતાત્વિક અધિકારીઓ એ જાણવામાં લાગી ગયા છે કે, આ ફુવારામાં જળસ્ત્રોત માટે ક્યું કનેક્શન હતું.

આ ફુવારો મુગલ શાશક અકબરના નજીકના ટોડરમલની બારીના આગળના ભાગમાંથી નીકળે છે. જે અકબરના નવ રત્નોમાંના એક હતા. તે અકબરના રાજસ્વ અને નાણાંમંત્રી હતા. ટોડરમલએ જમીન માપણીની વિશ્વની પ્રથમ માપણી સિસ્ટમની રચના કરી હતી.
READ ALSO
- જીતનો પાવર/ 2015ની ચૂંટણીમાં મળેલી હારનું વ્યાજ સાથે 2021માં વસૂલ કર્યું, 2022માં પણ ગુજરાતમાં ભાજપના જ સિક્કા વાગશે
- જિલ્લા પંચાયત રિઝલ્ટ/ 31માંથી 31 પર ભાજપનો ભગવો, મહાનગર પાલિકા પછી જિલ્લા પંચાયતમાં પણ કોંગ્રેસનો સફાયો
- એક એક મતની કિંમત હોય છે પૂછો આ ભાજપના ઉમેદવારને, સત્તાધારી પક્ષના ઉમેદવારનું નસીબ એટલું બળવાન કે…..
- મોટો ઝટકો/ પીએમ મોદીના હોમટાઉન મહેસાણામાં આપની એન્ટ્રી, આ તાલુકા પંચાયતમાં કેજરીવાલના ઉમેદવાર જીત્યા
- અબજોપતિની યાદી જાહેર: કોરોનાકાળમાં પણ આ લોકોની સંપત્તિ વધી, 40 બિઝનેસમૈન આ યાદીમાં જોડાયા