GSTV
Cricket Sports

MI vs LSG Eliminator/  BTech આકાશ મધવાલ બન્યો IPLનો હીરો બન્યો, 

મુંબઈ ઇન્ડિયન્સનો બોલર આકાશ મધવાલ આઈપીએલના એલિમિનેટર રાઉન્ડમાં હીરો બની ઉભરી આવ્યો છે. આકાશ મધવાલે આઈપીએલની એલિમિનેટર મેચમાં લખનૌ સામે 4 ઓવરમાં 5 રન આપીને 5 વિકેટ લઈને સનસનાટી મચાવી દીધી હતી. આકાશ મધવાલ ઉત્તરાખંડના રૂરકીનો રહેવાસી છે.તેણે કોર કોલેજ રૂરકીમાંથી એન્જિનિયરિંગમાં B.Tech કર્યું, પછી બે વર્ષ બહાદરાબાદમાં નોકરી કરી હતી. પણ ક્રિકેટ પ્રત્યેનો તેનો પ્રેમ ઓછો થયો ના હતો. બે વર્ષ સુધી JE (જુનિયર એન્જિનિયર) તરીકે કામ કર્યા પછી, તેણે ફરીથી ક્રિકેટ રમવાનું નક્કી કર્યું. ત્રણ વર્ષ પહેલા IPL માટે ફોર્મ ભર્યું હતું. 

જમણા હાથથી ઝડપી બોલિંગ કરનારા મધવાલને મુંબઈએ નેટ બોલર તરીકે રાખ્યો હતો અને સૂર્ય કુમાર યાદવના સ્થાને તેને ટીમમાં સામેલ કર્યો હતો. સૂર્ય કુમાર ઈજાને કારણે મુંબઈ ઈન્ડિયન્સમાંથી બહાર થઈ ગયો હતો. આકાશ ઉત્તરાખંડ રણજી ટીમનો કેપ્ટન પણ છે. પિતા ધનાનંદ મધવાલ લશ્કરમાં નોકરી કરતા  હતા.  તેમના મૃત્યુ પછી, માતા આશા મધવાલે તેના બે પુત્રો આશિષ અને આકાશનો ઉછેર કર્યો હતો.

મુંબઈ ઈન્ડિયને તેને ગત વર્ષે 20 લાખમાં જાળવી રાખ્યો હતો અને મુંબઈની સૌથી મહત્વપૂર્ણ મેચમાં 5 રનમાં 5 વિકેટ લઈને તેણે આવો વિજય મેળવ્યો છે જ્યારે બુમરાહ અને જોર્ફા આર્ચર હાજર પણ ગેરહાજર હતા. 

READ ALSO

Related posts

WTC FINAL : શુભમન ગિલના આઉટ પર સર્જાયો વિવાદ, સોશિયલ મીડિયામાં #NOTOUT ટ્રેન્ડ થયું

Hardik Hingu

WTC Final/ પાકિસ્તાની પૂર્વ ક્રિકેટરે કોચ રાહુલ દ્રવિડને બતાવ્યો જીરો, કહ્યું- ભગવાન જ્યારે અક્કલ વહેંચી રહ્યા હતા ત્યારે…

HARSHAD PATEL

WTC ફાઈનલ: Ajinkya Rahaneએ આંગળીની ઈજા પર આપ્યું મોટું અપડેટ, આ નિવેદનથી જીત્યા કરોડો ચાહકોના દિલ

Padma Patel
GSTV