GSTV
Home » News » મુકેશ અંબાણીનાં પુત્રનાં શાહી લગ્ન, અહિ યોજાશે પ્રિ-વેડિંગ પાર્ટી

મુકેશ અંબાણીનાં પુત્રનાં શાહી લગ્ન, અહિ યોજાશે પ્રિ-વેડિંગ પાર્ટી

એશિયાનાં સૌથી વધુ ધનિક વ્યક્તિ અને જાણીતા બિઝનેસમેન મુકેશ અંબાણીનાં પુત્ર આકાશ અંબાણી આગામી 9 માર્ચે શ્લોકા મહેતા સાથે લગ્નગ્રંથીથી જોડાશે. લગ્નની તમામ વિધીઓ શરૂ થઈ ગઈ છે.તાજેતરમાં જ અંબાણીનાં એન્ટેલિયા હાઉસમાં એક પાર્ટીનું આયોજન કરાયું હતું. જેમાં પુરો અંબાણી પરિવાર ફોક સિંગર ફાલ્ગુની પાઠકનાં ગીત પર દાંડીયા રાસ રમ્યા હતાં. લગ્ન પહેલા સ્વિત્ઝરલેન્ડનાં સેંટ મોરિટ્ઝમાં આ સપ્તાહને અંતે પ્રિ-વેડિંગ પાર્ટીનું આયોજન કરાયું છે. આ પ્રિ-વેડિંગ પાર્ટી રવિવાર-સોમવાર બે દિવસ ચાલશે. જેમાં બોલીવૂડ હસ્તીઓ પણ હાજર રહેશે.

પાર્ટીમાં સામેલ થશે આ સિતારા

સ્વિત્ઝરલેન્ડમાં યોજાનારા આકાશ અને શ્લોકાનાં પ્રિ-વેડિંગ સેલિબ્રેશનમાં અંબાણીનાં નજીકનાં દોસ્તો અને સંબંધીઓ સ્વિત્ઝરલેન્ડની ઉડાન ભરી રહ્યા છે. સૂત્રોનાં જણાંવ્યા પ્રમાણે આકાશ-શ્લોકાનાં આ સેલિબ્રેશનમાં 500 મહેમાનો પધારશે. જેમાં બોલીવૂડ સ્ટાર્સ રણબીર કપૂર અને કરણ જોહર પણ હાજર રહેશે. ત્યાં બીજી તરફ ગત વર્ષે નિક જોનાસની પત્નિ બનેલી અભિનેત્રી પ્રિયંકા ચોપરા પણ આ સમારોહમાં શામેલ થશે. અન્ય નામી-અનામી હસ્તીઓ હાજર રહે તેવી શક્યતા છે.

હોટેલ ‘સેંટ મોરિટ્ઝ’ ની ખાસિયત

મળતી માહિતી પ્રમાણે અંબાણી ફેમિલી સ્વિત્ઝરલેન્ડનાં સૌથી લકઝુરીયસ 5-સ્ટાર હોટેલ સેંટ મોરિત્ઝમાં ઉતરશે. આ હોટેલ પત્થર ફેંકવાની એક જગ્યા પર સ્થિત છે.

સેંટ મોરિત્ઝને રિસોર્ટ સિટી કહેવામાં આવે છે. જ્યાંથી અલ્પાઈન વિન્ટર ટુરીઝમની શરૂઆત થઈ હતી. આ શહેર 6 હજાર ફૂટની ઉંચાઈ પર આવેલું છે. અહિં માત્ર શિયાળામાં જ મહિ પરંતુ ગરમીની ઋતુમાં પણ સુંદર વાતાવરણ જોવા મળે છે. જે હોટેલમાં અબાણી પરિવાર ઉતરવાનો છે. તે એક સરોવર કિનારે આવી છે.

તમને જાણીને નવાઈ લાગશે કે હોટેલમાં એક રૂમની કિંમત 98 હજાર 500 રૂપિયાછે. સૌથી મોંઘા સ્યુટની કિંમત 3 લાખ રૂપિયા છે.

બે દિવસની વેન્યુ ડિટેઈલ

હવે વાત કરીએ વેન્યુ ની…24 ફેબ્રુઆરી એટલે કે રવિવારેઅંબાણી પરિવારનાં મહેમાનો લેક સેંટ મોરિત્ઝનાં કિનારે વિન્ટર વન્ડરલેન્ડ નિહાળશે. કાર્યક્રમ સાંજે 5.30 વાગ્યે શરૂ થશે જે રાત્રે 2 વાગ્યા સુધી ચાલશે. જેમાં ફેરિસ વ્હિલ,બંપર કાર,સર્પિલ સ્લાઇડ અને એક હિંડોળાની સાથે અનેક મોજમસ્તી ભરી એક્ટિવીટીનો લાભ લેશે. સોમવારે એટલે કે 25 ફેબ્રુઆરીએ કાર્નિવલ ચાલું જ રહેશે. આ દિવસે ડ્રોન-શો અને આઇસ સ્કેટીંગ નહિ થાય. ત્યારબાદ સેંટ મોરિત્ઝમાં લંચ બપોરે 12.30થી સાંજે 4 વાગ્યા સુધી ચાલશે.

READ ALSO

Related posts

રોહિત શર્માની પત્નીએ યુજવેન્દ્ર ચહેલને તસ્વીરમાંથી કરી નાખ્યો ક્રોપ, આપ્યો આવો જવાબ

Arohi

વડોદરામાં દારૂની મહેફિલ માણતા 35 નબીરાઓની 25 લાખના મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી

Mayur

નવરાત્રીમાં વૈષ્ણોદેવી મંદિરની ગુફામાં સોનાનાં દરવાજા લગાવાશે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!