GSTV
Home » News » જન્નત જેવા આ શહેરમાં થશે આકાશ અંબાણીની બેચલર પાર્ટી, રણબીર-પ્રિયંકા જેવા સ્ટાર્સ જમાવશે મહેફિલ

જન્નત જેવા આ શહેરમાં થશે આકાશ અંબાણીની બેચલર પાર્ટી, રણબીર-પ્રિયંકા જેવા સ્ટાર્સ જમાવશે મહેફિલ

રિલાયન્સ ચેરપર્સન મુકેશ અંબાણીના દિકરા આકાશ અંબાણીના લગ્ન આ જ વર્ષે માર્ચ મહિનામાં શ્લોક મહેતા સાથે થવા જઇ રહ્યાં છે. લગ્ન પહેલાં સ્વિત્ઝરલેન્ડમાં આ વીકેન્ડ પર પ્રી-વેડિંગ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે. જે શહેરમાં પાર્ટી થઇ રહી છે તેનું નામ છે સેંટ મોરિટ્ઝ.

સેંટ મોરિટ્ઝને રિસોર્ટ સિટી કહેવામાં આવે છે. આ શહેરથી અલ્પાઇન વિંટર ટુરિઝમની શરૂઆત થઇ હતી. બે વાર અહીં વિંટર ઓલમ્પિક પણ રમાઇ ચુક્યો છે. આ શહેર આશરે 6 હજા ફૂટની ઉંચાઇ પર આવેલું છે. શિયાળાની સાથે ઉનાળામાં પણ લોકો સેંટ મોરિટ્ઝ આવવાનું પસંદ કરે છે.

અંબાણી પરિવાર સેંટ મોરિટ્ઝના ફાઇવ સ્ટાર હોટેલ બેડરટ પેલેસમાં રોકાશે. આ હોટલ એક તળાવ કિનારે આવેલી છે. 24-25 ફેબ્રુઆરીના વીકેન્ડમાં અહીં આકાશની બેટલર પાર્ટી થશે. આ હોટલના એક રૂમનું ભાડુ 98 હજાર 500 રૂપિયા છે. તેવામાં સૌથી મોંઘો સૂઇટ 3 લાખ રૂપિયાનો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે આકાશ અંબી સેંટ મોરિટ્ઝમાં ગ્રાન્ડ બેચલર પાર્ટી આપશે. પાર્ટી રવિવાર અને સોમવારે થશે. બોલીવુડથી લઇને તમામ નામચીન લોકો મહેમાન બનીને આ પાર્ટીમાં ચાર ચાંદ લગાવશે.

મુકેશ અંબાણી અને નીતા અંબાણી આશરે 500 લોકોને અહીં આમંત્રિત કરી રહ્યાં છે. કરણ જોહર પહેલાંથી જ સેંટ મોરિટ્ઝમાં છે. તેવામાં રણબીર કપૂર પણ આ પાર્ટીમાં સામેલ થશે તેમ જાણવા મળ્યું છે. સાથે જ દેશી ગર્લ પ્રિયંકા પણ પાર્ટીમાં આવશે તેવા અહેવાલ છે.

Read Also

Related posts

અમદાવાદ: ગણેશ મહોત્સવમાં સાબરમતિને સ્વચ્છ રાખવા મનપા કરશે સ્પર્ધાનું આયોજન, આવા છે નિયમો

Riyaz Parmar

જન્માષ્ટમી : દિકરા આઝાદે પિતા આમિર ખાનની પીઠ ઉપર ચઢીને ફોડી દહી હાંડી, વીડિયો થયો વાયરલ

Nilesh Jethva

VIDEO : આ મહિલાને મોબાઈલ ઉપર એટલો પ્રેમ કે ઓટોમાં ભુલી ગઈ બાળક

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!