પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઈન્ડિયન મોબાઈલ કોંગ્રેસ (Indian Mobile Congress: IMC)માં રિલાયન્સ ગ્રુપના ચેરમેન મુકેશ અંબાણીના દિકરાએ નવી ટેક્નોલોજીના વિશે સમજાવ્યુ અને બતાવ્યુ. તેમણે આ દરમિયાન પીએમને એક ખાસ પ્રકારના ચશ્મા પહેરાવીને ડેમો પણ આપ્યો. પીએમએ આ દરમિયાન કાળા રંગના ચશ્મા પહેર્યા અને નવી ટેક્નોલોજીનો અનુભવ કર્યો.

પીએમ મોદીએ આજે દિલ્હીના પ્રગતિ મેદાનમાં આ મોબાઈલ કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે તેમની સાથે કેન્દ્રીય સંચાર, ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હતા. આ કાર્યક્રમમાં મુકેશ અંબાણી પણ પીએમ સાથે હતા. જ્યારે તે લોકો રિલાયન્સ જિયો સેક્શનમાં પહોંચ્યા તો ત્યાં જિયોના ચેરમેન આકાશ અંબાણીએ તેમને આ અંગે વિગતવાર માહિતી આપી.
#WATCH | PM Modi inspects an exhibition at Pragati Maidan where he will inaugurate the sixth edition of the Indian Mobile Congress (IMC) and launch 5G services shortly.
— ANI (@ANI) October 1, 2022
Chairman of Reliance Jio, Akash Ambani briefs the PM on the shortly-to-be-launched 5G services.
(Source: DD) pic.twitter.com/tjF0RWfZV9
PM Jio પેવેલિયનમાં ટ્રુ 5G સાધનો જોયા. તેમણે જે ચશ્મા પહેર્યા હતા તે ‘જિયો ગ્લાસ’ હતા. PM એ Jio ના યુવા એન્જિનિયરોની ટીમ દ્વારા એન્ડ-ટુ-એન્ડ 5G ટેકનોલોજીના સ્વદેશી વિકાસને પણ સમજ્યા. અબજોપતિ મુકેશ અંબાણીએ આ દરમિયાન કહ્યું કે Jio ડિસેમ્બર 2023 સુધીમાં સમગ્ર ભારતમાં 5G ટેલિફોની સેવાઓ શરૂ કરશે.
#WATCH | Delhi: "Jio plans to cover entire India by December…We will make it very affordable, it should be affordable for every Indian – right from device to service," says Reliance Jio Chairman, Akash Ambani after the launch of #5GServices launch. pic.twitter.com/GvzmJ9XYWN
— ANI (@ANI) October 1, 2022
વડાપ્રધાને આ કાર્યક્રમમાં 5G સર્વિસ પણ લોન્ચ કરી હતી. તેમણે રિમોટનું બટન દબાવીને સેવાઓ શરૂ કરી. 5G ટેક્નોલોજી આવ્યા બાદ નેટ સ્પીડથી લઈને કોલિંગ-ગેમિંગ પહેલા કરતા વધુ સરળ બની જશે. પીએમએ આ દરમિયાન બાળકો સાથે પણ વાતચીત કરી હતી.
READ ALSO:
- અખિલેશનું લોકસભા માટે પછાત-મુસ્લિમ કાર્ડ, 2022ની વિધાનસભા ચૂંટણી બાદ વિખેરી નાંખી હતી રાષ્ટ્રીય કારોબારી
- મોટા સમાચાર / પેપરલીક કાંડ મામલે કોર્ટે તમામ આરોપીઓના 12 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા
- કેનેડા પછી હવે ઓસ્ટ્રેલિયામાં પણ પગ ફેલાવી રહ્યા છે ખાલિસ્તાની? ભારતીયો પર હુમલામાં પાંચ લોકો થયા ઘાયલ
- ભાજપે મુસ્લિમોને ટિકિટ આપી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી બિપ્લબ કુમાર દેબનું પત્તું કાપ્યું
- ગુજરાતમાં 1 ફેબ્રુઆરીથી શરૂ થશે રાહુલ ગાંધીની હાથ સે હાથ જોડો યાત્રા, 6 લાખ ગામડાઓમાં જશે