GSTV
Home » News » Photos : આકાશ અંબાણી-શ્લોકા મહેતાની મહેંદી સેરેમની, નિક જોનાસ સાથે પહોંચી પ્રિયંકા ચોપરા

Photos : આકાશ અંબાણી-શ્લોકા મહેતાની મહેંદી સેરેમની, નિક જોનાસ સાથે પહોંચી પ્રિયંકા ચોપરા

દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઇની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આકાશ અને શ્લોકાની સગાઇ 30 જૂને થશે. તેવામાં જો પ્રિ-એન્ગેજમેન્ટ પાર્ટી આટલી આલીશાન હોય તો સગાઇ તો ધામધૂમથી કરવામાં આવશે જ તેમાં કોઇ બેમત નથી. સગાઇ પહેલાં આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની પ્રિ-એન્ગેજમેન્ટ મહેંદી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતુ. મહેંદી સેરેમનીની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

 

મહેંદી સેરેમનીમાં શ્લોકાએ બ્લૂ કલરનો ડિઝાઇનર લહેંગો પહેર્યો હતો અને આકાશ સિમ્પલ વ્હાઇટ કુર્તામાં જોવા મળ્યો હતો. શ્લોકાએ રાઉન્ડ ઇયરિંગ અને પિન્ક લિપ શેડ સાથે પોતાના લુકને કમ્પલીટ કર્યો હતો.

આ ખાસ અવસરે બોલીવુડની દેશીગર્લ પ્રિયંકા ચોપરા પોતાના બોયફ્રેન્ડ નિક સાથે ઉપસ્થિત રહી હતી.

પ્રિયંકા પણ આ સેરેમનીમાં દેશી લુકમાં જોવા મળી હતી. તેણે ઑફવ્હાઇટ ડિઝાઇનર સાડી પહેરી હતી જેમાં તે હંમેશાની જેમ ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ સેરેમનીમાં પ્રિયંકાની માતા મધુ ચોપરા પણ હાજર રહી હતી.

આકાશ અને શ્લોકાની મહેંદી સેરેમનીમાં ઇશા અંબાણી પણ સ્પેશિયલ લુકમાં જોવા મળી હતી.

નિક અને પ્રિયંકાના અફેરની ચર્ચાઓનું બજાર ગરમ છે તેવામાં આ બંને અવારનવાર સાથે સ્પોટ થઇ રહ્યાં છે. તાજેતરમાં જ પ્રિયંકાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં નિકની તસવીર શેર કરી હતી. જેમાં તેણે કેપ્શન લખ્યું હતું’બેસ્ટ મેન.’

તાજેતરમાં જ તેઓ એક જેવી રિંગ સાથે સ્પોટ થયાં હતાં જેના આધારે તેમની સગાઇ તઇ ગઇ હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે. આ ઉપરાંત તેઓ ટૂંક સમયમાં લગ્ન કરી લેશે તેવી પણ ચર્ચાઓ ચાલી રહી છે.

Related posts

આયાતી ઉમેદવાર અલ્પેશ અને ધવલસિંહ પર કોંગ્રેસ ભારે પડી રહી છે

Mayur

ગ્રાહકોને લૂંટવાનો ગેસ એજન્સીઓ શોધ્યો નવો કિમિયો, આ રીતે રૂપિયા પડાવી લેશે અને તમને ખબર પણ નહી પડે

Bansari

Photos: કપડા પહેર્યા વગર ભોજન બનાવે છે આ શેફ, કરે છે અધધધ… કમાણી

Arohi
Do NOT follow this link or you will be banned from the site!