GSTV

રાફેલનો વિરોધ અંબાણી બાદ અદાણીને પણ નડ્યો, મોદી સરકારે ન અાપી સહમતિ

ફ્રાંસની સરકાર દ્વારા ફ્રેન્ચ કંપની પાસેથી રફાલ ફાઈટર જેટ્સની ખરીદીને લઈને કોંગ્રેસના આરોપો વચ્ચે મોદી સરકારે રશિયાના એક પ્રસ્તાવને નામંજૂર કર્યો છે. રશિયા દ્વાર આપવામાં આવેલા પ્રસ્તાવમાં તેણે અદાણી ગ્રુપની સાથે મળીને ભારતમાં એકે-સિરિઝ હેઠળની આધુનિક અસોલ્ટ રાઈફલો બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ રશિયાની મુલાકાતે જવાના છે. પોતાની રશિયા મુલાકાતમાં ક્લાશનિકોવ-103 અસોલ્ટ રાઈફલોના ભારતમાં ઉત્પાદનને લઈને બંને દેશો વચ્ચે કરારને લઈને વાટાઘાટો થવાની શક્યતા છે.

  • કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારમણ રશિયાની મુલાકાતે જવાના છે.
  • અદાણી ગ્રુપની સાથે મળીને ભારતમાં એકે-સિરિઝ હેઠળની આધુનિક અસોલ્ટ રાઈફલો બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
  • નિયમો પ્રમાણે બે સરકારો વચ્ચે થયેલી સમજૂતીમાં કોઈપણ પક્ષ પોતાના માટે ખાનગી ક્ષેત્રના સહયોગીના નામ સૂચવી શકે નહીં
  • ભાગીદાર કંપની પસંદ કરવામાં છૂટ નહીં મળ્યા બાદ દેશની ઓર્ડિનન્સ ફેક્ટરીને કદાચ પ્રોડક્શન એજન્સી બનાવી શકાય

રશિયાએ પ્રસ્તાવ આપ્યો હતો કે તેઓ ભારતમાં પોતાની એસોલ્ટ રાઈફલના સંયુક્ત ઉત્પાદન માટે ખાનગી ક્ષેત્રની કંપની અદાણી સાથે ભાગીદારી કરવા ઈચ્છે છે. પરંતુ ભારત સરકારે આ પ્રસ્તાવને નનૈયો ભણ્યો છે. નિયમો પ્રમાણે બે સરકારો વચ્ચે થયેલી સમજૂતીમાં કોઈપણ પક્ષ પોતાના માટે ખાનગી ક્ષેત્રના સહયોગીના નામ સૂચવી શકે નહીં. આ રાઈફલોના સંયુક્ત ઉત્પાદન માટે રશિયા તરફથી એકે-47 સીરિઝની રાઈફલોનું નિર્માણ કરતી કંપની જ ભાગીદાર બનવાની હતી. ભાગીદાર કંપની પસંદ કરવામાં છૂટ નહીં મળ્યા બાદ દેશની ઓર્ડિનન્સ ફેક્ટરીને કદાચ પ્રોડક્શન એજન્સી બનાવી શકાય છે.

ભારતીય સંરક્ષણ મંત્રાલયની વાસ્તવિક યોજના મુજબ, ઓર્ડિનન્સ ફેક્ટરીને આ પ્રોજેક્ટમાં પ્રોડક્શન એજન્સી બનાવી શકાય છે. એકે-103 રાઈફલ એકે-47 રાઈફલનું આધુનિક સંસ્કરણ છે. આ રાઈફલોને આખી દુનિયામાં લગભગ તમામ લશ્કરી સંસ્થાઓ પસંદ કરે છે. એકે-47 રાઈફલોનું ઉત્પાદન બીજા વિશ્વયુદ્ધની સમાપ્તિ બાદ થયું હતું.

Related posts

જે છોકરીનું નામ રાહુલ ગાંધી સાથે જોડાયું હતું તે હવે આ ધારાસભ્ય સાથે લગ્ન કરી રહી છે

Mayur

પાણીના ટેન્કમાં પડ્યું હાથીનું બાળક અને મા, પછી સેનાએ બતાવ્યો દમ

Kaushik Bavishi

આ દિગ્ગજ ટેલિકોમ કંપની દેવાળું ફૂંકે તેવી શક્યતા, 13 હજારથી વધુ કર્મચારીઓ નોકરી ગુમાવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!