ભારતને શુટિંગમાં સિલ્વર અપાવનારે video બનાવીને કહ્યું રાહુલ ગાંધીજી સૈનિકો પૈસા માટે કામ નથી કરતા

કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે ટ્વિટર પર એક વિડિઓ દ્વારા કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. આ વિડિઓમાં કહે છે કે ‘રાહુલ ગાંધી તમને ભારતીય સેના વિશે કંઈ ખબર નથી. દિલ્હીમાં બેઠા તમે જે પ્રેસ કોન્ફરન્સ પ્રેસ કોન્ફરન્સ રમો છો ને તેમાં તમે સેનાનું અપમાન કર્યું છે. ‘

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ શુક્રવારે રાફેલ સોદા પર દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ વાટાઘાટોમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, રાફેલ સોદામાં જે 30 હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ થયું છે, તે ‘પ્લેન ક્રેશમાં શહિદ જવાનો’ ના પરિવારને આપી શકાતા હતા.

રાહુલની આ લાઈન પર ટિપ્પણી કરતા કહ્યું હતું કે કોઈ પણ સામાન્ય વ્યક્તિ એટલુ તો જાણે જ છે કે ભારતીય સંસ્કૃતિનું અને સૈનિકોનું માન કઈ રીતે જાળવવું અને શહીદોને કેટલું માન આપવું. ત્યારબાદ રાઠોડે કહ્યું કે ભારતીય સૈન્ય પૈસા માટે નથી લડતું. તેમણે આગળ કહ્યું કે ‘મર્સિનરી અને સૈનિકોમાં તફાવત હોય છે.

મર્સિનરી તે હૉય છે જે પૈસા માટે કોઈ પણ દેશ માટે લડે છે, પરંતુ આપણા સૈનિકો માત્ર ભારત માટે જ લડે છે. અમારા સૈનિક પૈસા માટે નથી લડતા. આત્મસન્માન, ભારતના સંરક્ષણ અને ભારતના સન્માન માટે લડે છે. ‘ વિડિયોના અંતમાં રાઠોડે કહ્યું કે ‘તમે રાજનીતિ કરો છો, પરંતુ તમારી રાજનીતિમાં શાહીદોનું અને આપણી સેનાનું અપમાન ન કરો’

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter