GSTV
Home » News » ગુજરાતને કેન્દ્ર સરકારની સૌથી મોટી ભેટ, સૌરાષ્ટ્રના 12 જિલ્લાના નસીબ પલટાઈ જશે

ગુજરાતને કેન્દ્ર સરકારની સૌથી મોટી ભેટ, સૌરાષ્ટ્રના 12 જિલ્લાના નસીબ પલટાઈ જશે

સૌરાષ્ટ્ર અને ગુજરાત માટે મોટા સમાચાર આવ્યા છે. ગુજરાતના રાજકોટમાં AIMS આવે તેવી પૂરી સંભાવના છે. ફક્ત જાહેરાત જ બાકી રહી છે. એમ્સને પગલે સૌરાષ્ટ્રના 12 જિલ્લાને અમદાવાદ કે મુબઈ સુધી દોડવું નહી પડે. સૌરાષ્ટ્ર માટે આ સૌથી મોટી ભેટ કેન્દ્ર સરકારે આપી છે. કેન્દ્ર સરકારે રાજકોટની ભાગોળે ખંઢેરીમાં એઇમ્સની મંજૂરી આપી દીધી છે અને તેની વિધિવત જાહેરાત ગણતરીના દિવસોમાં થશે સૌરાષ્ટ્રની ચારેય મહાનગરપાલિકા અને તમામ નગરપાલિકાઓએ એઇમ્સ માટે ખાસ ઠરાવ પસાર કરી રાજ્ય અને કેન્દ્ર સરકાર પર દબાણ વધાર્યું હતું. મંદિરોમાં એઇમ્સ માટે પૂજા થતી તો મસ્જિદોમાં ખાસ નમાજ કરી એઇમ્સ મળે તેવી દુવાઓ થવા લાગી હતી. સૌરાષ્ટ્ર-કચ્છના વેપારી મંડળોએ પણ ઠરાવો પસાર કરી માંગને બુલંદ કરી હતી. શાળા-કોલેજોમાં વિદ્યાર્થીઓએ સપથ લઇ વડાપ્રધાનને લાખો પત્ર લખી એઇમ્સ ફાળવવા માગ કરી હતી. આમ સૌરાષ્ટ્રમાંથી થયેલા પ્રયત્નો ફળ્યા છે. આ મામલે બરોડામાં ઉહાપોહ મચે તેવી પૂરી સંભાવના છે. બરોડાની એમ્સની માગ હતી. જે પૂરી થઈ નથી. રાજકોટમાં રૂપાણી એમ્સ લઈ ગયા હોવાના આરોપો થઈ રહ્યાં છે.

રાજકોટને AIIMS મળવાથી સૌરાષ્ટ્રને મોટો ફાયદો થશે

 • એઈમ્સ રાજકોટમાં આવતા શહેર અને જિલ્લાઓના આરોગ્ય ક્ષેત્રમાં ક્રાંતિ આવશે.
 • એઈમ્સને કારણે મોટી સંખ્યામાં આરોગ્ય કાર્યકરો અને તબીબો સૌરાષ્ટ્રને મળશે જેની અછત વર્ષોથી ભોગવાઈ રહી છે.
 • નવી મેડિકલ કોલેજને કારણે નવા તબીબોની સંખ્યા વધશે.
 • 20 સુપર સ્પેશિયાલિટી વિભાગો હોવાથી દરેક પ્રકારના દર્દની સારવાર અને ઓપરેશન થઇ શકશે આ સિવાય અનેક લાભો મળશે.
 • 750 બેડ, દરરોજ 1500 દર્દીઓની ઓપીડી, 100 એમબીબીએસ અને 60 બી.એસ.સી.(નર્સિંગ)ની સીટ ધરાવતી મેડિકલ કોલેજ પણ મળશે.
 • રાજકોટને AIIMS મળવાથી સૌરાષ્ટ્રને મોટો ફાયદો થશે.
 • રાજકોટમાં જામનગર રોડ પર આવેલા ખંઢેરી ગામ પાસે રૂ.1250 કરોડના ખર્ચે 750 બેડની હોસ્પિટલ બનશે. AIIMSનું કામ 4 વર્ષમાં પૂર્ણ થશે.
 • કેન્દ્રીય મંત્રાલયે આ પ્રોજેક્ટ પર મંજૂરીની મ્હોર મારી દીધી છે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
 • એઇમ્સ માટેનું કામકાજ આગામી ઓક્ટોબર મહિનાથી શરૂ થઇ જશે.
 • ખંઢેરી ગામ પાસે 200 એકર જમીનમાં એઇમ્સ તૈયાર થશે.
 • જેનો લાભ 12 જિલ્લાના દર્દીઓને મળશે.

આરોગ્ય ક્ષેત્રમાં ક્રાંતિ આવશે

એઈમ્સ રાજકોટમાં આવતા શહેર અને જિલ્લાઓના આરોગ્ય ક્ષેત્રમાં ક્રાંતિ આવશે. એઈમ્સને કારણે મોટી સંખ્યામાં આરોગ્ય કાર્યકરો અને તબીબો સૌરાષ્ટ્રને મળશે જેની અછત વર્ષોથી ભોગવાઈ રહ્યાં છે. નવી મેડિકલ કોલેજને કારણે નવા તબીબોની સંખ્યા વધશે. 20 સુપર સ્પેશિયાલિટી વિભાગો હોવાથી દરેક પ્રકારના દર્દની સારવાર અને ઓપરેશન થઇ શકશે આ સિવાય અનેક લાભો મળશે. જેમકે, 750 બેડ, દરરોજ 1500 દર્દીઓની ઓપીડી, 100 એમબીબીએસ અને 60 બી.એસ.સી.(નર્સિંગ)ની સીટ ધરાવતી મેડિકલ કોલેજ પણ મળશે. જેને પગલે સૌરાષ્ટ્રવાસીઓ માટે આ સૌથી મોટી સુવિધા બની જશે.

AIIMSમાં કંઈ સુવિધા ઉપલબ્ધ થશે

ન્યુરોસર્જરી, એન્જિયોપ્લાસ્ટી, હાર્ટ સર્જરી, ની રિપ્લેસમેન્ટ, પેડિયાટ્રિક સર્જરી, બાયપાસ, ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર સર્જરી

AIIMS કયાં શહેરોને મળશે લાભ

રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, બોટાદ, ભાવનગર, કચ્છ

Related posts

સલામત સવારીની પર્યાય સમાન ST બની અસલામત, ચાલુ બસનું ટાયર જ નીકળી ગયું

Mayur

CAA પર પાકિસ્તાનમાં UN પ્રમુખનું નિવેદન : આ કાયદાથી મુસ્લિમોની નાગરિકતા છીનવાઈ શકે છે

Mayur

રાષ્ટ્રવાદ જેવા શબ્દમાં ‘નાઝી’ અને ‘હિટલર’ના શબ્દની ઝલક દેખાય છે

Mayur
Do NOT follow this link or you will be banned from the site!