GSTV
Home » News » બૉક્સ ઑફિસ પર સુપરસ્ટાર અજિતની ફિલ્મે તોડ્યો ‘બાહુબલી’ નો રેકોર્ડ

બૉક્સ ઑફિસ પર સુપરસ્ટાર અજિતની ફિલ્મે તોડ્યો ‘બાહુબલી’ નો રેકોર્ડ

ડિરેક્ટર એસ.એસ.રાજામૌલીની ફિલ્મ ‘બાહુબાલી’ એક એવી ફિલ્મ છે, જેને સાઉથથી લઇને ઉત્તર ભારત સુધી જોરદાર કમાણી કરી છે. આ ફિલ્મની કમાણીએ અત્યાર સુધીની કમાણીના તમામ રેકોર્ડ તોડી દીધા છે, પરંતુ હવે એક બીજી સાઉથ ઇન્ડિયન ફિલ્મે આ ફિલ્મની રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સાઉથના સુપરસ્ટાર અજિતની ફિલ્મ ‘વિવેગમ’ને હજુ રિલીઝ થયાને 11 દિવસ જ થયા છે અને ફિલ્મે ‘બાહુબલી’નો રેકોર્ડ તોડી દીધો છે.

ફિલ્મ ક્રિટિક્સ રમેશ બાલા અનુસાર ‘વિવેગમ’એ 24-3 સપ્ટેમ્બરની વચ્ચે કુલ 136 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે, જ્યારે મીડિયા રિપોર્ટ્સ અનુસાર અત્યાર સુધી આ ફિલ્મ દુનિયાભરમાં 152 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. એટલું જ નહી, UAEમાં બૉક્સ ઑફિસ પર આ વર્ષની સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ પણ ‘વિવેગમ’ બની ચૂકી છે.

તમને જણાવી દઇએ છે, આ ફિલ્મ 3-4 દિવસની અંદર જ 100 કરોડના ક્લબમાં શામેલ થઇ ચૂકી છે. આ એક્શન થ્રિલર ફિલ્મની કમાણીની વાત કરીએ તો 4 સપ્ટેમ્બર સુધીમાં માત્ર ચેન્નઈમાં આ ફિલ્મે 8.50 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, જ્યારે એસ.એસ. રાજામૌલીની ફિલ્મ ‘બાહુબલી’ એ આટલા દિવસોમાં 8.25 કરોડની કમાણી કરી હતી. સુપરસ્ટાર અજિત અને કાજલ અગ્રવાલવી આ ફિલ્મ તમિલનાડૂની સાથે વિદેશમાં પણ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મમાં વિવેક ઑબરોય પણ જોવા મળી રહ્યો છે.

Related posts

બંટી અને બબલીની સિક્વલમાં દેખાશે આ સ્ટાર, સ્કિપ્ટમાં થશે મોટો બદલાવ

Path Shah

વરુણ ધવનની કુલી નં-1માં મળ્યો રોલ, કારાવાસ ભોગવી ચૂકેલા રાજપાલ યાદવે જાણો કહ્યું શું

Path Shah

જિમ માટે સૌથી બેસ્ટ છે મલાઈકાનાં આ 5 આઉટફિટ, સ્ટાઈલમાં રહેશે નંબર વન

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!