GSTV
Home » News » અજીત પવારને હજુ પણ ડેપ્યુટી CM બનવાના અભરખા, પણ કાકા નામનો કાંટો આવી રહ્યો છે આડો

અજીત પવારને હજુ પણ ડેપ્યુટી CM બનવાના અભરખા, પણ કાકા નામનો કાંટો આવી રહ્યો છે આડો

મહારાષ્ટ્રમાં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સરકાર બને 11 દિવસ થઈ ગયા પણ હજી સુધી મંત્રીઓને વિભાગનો વહેંચણી થઈ નથી અને ડેપ્યુટી સીએમની પણ જાહેરાત થઈ નથી. દરમિયાન અજીત પવારે ડેપ્યુટી સીએમ પદ પર પોતાનો દાવો ઠોકી દીધો છે. પવારે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ હતુ કે, પાર્ટીના કાર્યકરો મને ડેપ્યુટી સીએમ તરીકે જોવા માંગે છે. જોકે અંતિમ નિર્ણય પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર કરશે.

આ પહેલા રવિવારે એક લગ્ન સમારોહમાં ભાજપના નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર્ ફડનવીસ તથા અજીત પવાર ભેગા થઈ ગયા હતા. બંને વચ્ચે લાંબી વાતચીત થઈ હતી અને એ પછી અજીત પવારનુ ડેપ્યુટી સીએમ બનવાની ઈચ્છા દર્શાવતુ નિવેદન આપ્યુ છે. જોકે અજીત પવારે આ સંદર્ભે કહ્યુ હતુ કે, મારી અને ફડનવીસ વચ્ચે માત્ર ખબર અંતર પૂછવાની વાતચીત થઈ છે.

જોકે એનસીપીના સૂત્રોનુ કહેવુ છે કે, અજીત પવારે ચૂપચાપ ફડનવીસ સાથે ડેપ્યુટી સીએમ તરીકે લીધેલા શપથ બાદ હવે પાર્ટી અધ્યક્ષ શરદ પવાર તેમને ડેપ્યુટી સીએમ બનાવતા ખચકાઈ રહ્યા છે. જોકે એનસીપીના છગન ભુજબળ અને નવાબ મલિક જેવા નેતાઓ અજીત પવારને ડેપ્યુટી સીએમ બનાવવાની તરફેણમાં છે.

READ ALSO

Related posts

‘પ્રધાનમંત્રી લોન યોજનામાં મળી રહ્યા છે 2 લાખ રૂપિયા’, આવી કોઈ યોજનામાં ફસાતા પહેલાં જાણી લો સરકારે શું કરી છે સ્પષ્ટતા

Mansi Patel

Samsungના આ નવા સ્માર્ટફોન માટે પાગલ થયા લોકો, મિનિટોમાં જ વેચાઈ ગયા 1 લાખથી વધુ કિંમતોનાં ફોન્સ

Mansi Patel

પ્રિયંકા ગાંધીને રાજ્યસભામાં મોકલવા માટે કોંગ્રેસને મળી ગઈ સેફ સીટ, પણ UP કાર્યકર્તાઓને નથી પસંદ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!