GSTV

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલનું પ્રમોશન, મોદી સરકારમાં મળશે આ પદ

દેશમાં નવી સરકાર આવતાની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલને પ્રમોશન મળ્યુ છે. તેમને મોદી સરકાર કેબિનેટ પ્રધાનનો દરજ્જો આપશે. આ ઉપરાંત તેઓ આગામી પાંચ વર્ષ સુધી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે યથાવત રહશે.. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં અજીત ડોવાલને મહત્વની જવાબદારી સોંપી હતી.

તેમણે એર સ્ટ્રાઈક અને સર્જિકલ સ્ટ્રાઈકમાં મહત્વની ભૂમિકા નિભાવી હતી. અજીત ડોવાલની ગણના દેશના શક્તિશાળી બ્યુરોક્રેટ્સમાં કરવામાં આવે છે. તેમને ભારતના સૈન્ય સન્માન કીર્તિ ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા છે. 1968માં કેરલ બેંચના આઈપીએસ અજીત ડોવાલની નિયુક્તિ 1972માં ઈન્ટેલિજન્સ બ્યુરોમાં કરવામાં આવી. તેમણે પોતાના કરિયરમાં સૌથી વધારે ગુપ્તચર એજન્સી માટે કામ કર્યુ.

કહેવાય છે કે, તેઓ સાત વર્ષ સુધી પાકિસ્તાનમાં જાસુસ બનીને રહ્યા. તેમણે 1989માં અમૃતસરમાં ઓપરેશન બ્લેક થંડરનું નેતૃત્વ કર્યુ હતુ. જ્યારે 30મી મે, 2014માં પીએમ મોદીએ અજીત ડોવાલને દેશના પાંચમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે નિયુક્ત કર્યા હતા.

READ ALSO

Related posts

અગત્યનું/ એકાઉન્ટમાંથી કોઇ છેતરપિંડીથી ઉપાડી લે રૂપિયા તો ગભરાવાની જરૂર નથી, આ રીતે પરત આવી જશે તમારે એક-એક રૂપિયો

Bansari

ભાજપના આંતરિક સર્વેમાં ચોંકાવનારા તારણો : નેતાઓની થઈ ઉંઘ હરામ, પાટીલ મોદીને આપવા માગે છે દિવાળી ભેટ

Mansi Patel

સુબ્રમણ્મય સ્વામીને પીએમ મોદીએ દેખાડી દીધી ઔકાત, ભાજપના સાંસદની ન ચાલવા દીધી મનમાની

Karan
Do NOT follow this link or you will be banned from the site!