GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

આતંકવાદ અને પાક પર હવે થશે ડબલ અટેક, અમેરિકા ભારતની સાથે અને અજીત ડોભાલ એક્શન મોડમાં

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે અમેરિકાના વિદેશ પ્રધાન માઈક પોમ્પિયો સાથે ટેલિફોનિક વાતચીત કરી. જે દરમ્યાન તેમણે અમેરિકા સમક્ષ જૈશના આતંકવાદી કેમ્પ પર કરવામાં આવેલી વાયુસેનાની એર સ્ટ્રાઈક અંગે વાતચીત કરી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકાએ આતંકવાદ વિરૂદ્ધની લડાઈમાં ભારતને સમર્થન આપ્યુ છે.

આ પહેલા પણ અમેરિકાએ આતંકવાદ મુદે ભારતને સમર્થન આપી પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યુ હતુ કે, પાકિસ્તાન પોતાના દેશમાં આતંકવાદના કારખાના બંધ કરે અને આતંકવાદ વિરૂદ્ધ કડક કાર્યવાહી કરે. જોકે, આ પ્રકારની અપીલ અમેરિકા અનેક વખત પાકિસ્તાનને કરી ચુક્યુ છે. અને પાકિસ્તાનને મળતા ફંડ પર અમેરિકાએ પ્રતિબંધ પણ લગાવ્યો છે.

ભારતના સમર્થનમાં આવ્યા આ ત્રણ શક્તિશાળી દેશો

ભારતના દબાણના કારણે ચારે બાજુથી ઘેરાયેલુ પાકિસ્તાન યુએનમાં વધુ મુશ્કેલીમા મુકાયુ છે. કેમ કે, યુએનમાં જૈશ એ મહંમદના વડા મસૂદ અઝહર વિરૂદ્ધ અમેરિકા, ફ્રાંસ અને બ્રિટને પ્રસ્તાવ રજૂ કર્યો. આ પ્રસ્તાવમાં મસૂદ અઝહરને આતંકવાદી જાહેર કરવાની માગ કરવામાં આવી છે. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે, જૈશે પુલવામામાં આતંકવાદી હુમલાને અંજામ આપ્યો જેમા સીઆરપીએફના 40 જેટલા જવાનો શહીદ થયા.

અમેરિકા, બ્રિટન અને ફ્રાંસે 15 સભ્યોની સમિતિને જણાવ્યુ કે, મસૂદ અઝહર વિરૂદ્ધ હથિયાર, વૈશ્વિક યાત્રા પર પ્રતિબંધ મુકવો જોઈએ અને તેની સંપત્તિ જપ્ત કરવાનો પણ ઉલ્લેખ પ્રસ્તાવમાં કરવામાં આવ્યો છે.

યુએનમાં ત્રણેય દેશોએ જે રજૂઆત કરી છે તેમા અમેરિકા, ફ્રાંસ અને બ્રિટને વિટો પાવરનો ઉપયોગ કર્યો  છે. 

મહત્વપૂર્ણ છે કે, યુએનમાં છેલ્લા 10 વર્ષમાં ચાર વખત મસૂદને આતંકવાદી જાહેર કરવાની માંગ કરવામાં આવી છે. જોકે, આ અંગે યુએનમાં હજી સુધી કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો નથી. જેમા ચીનની ભૂમિકા પણ મહત્વની છે. કેમ કે, ચીન વીટો પાવરથી લેસ હોવાના કારણે યુએનમાં આ પ્રસ્તાવ પર અડિગો જમાવીને બેઠુ છે. ચીન આ પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યુ છે.

Read Also

Related posts

સચિને ખરાબ સમયમાં મદદ કરી હતી પરંતુ ક્રિકેટ અંગે વાત કરી ન હતી: પૃથ્વી શો

Mansi Patel

22 વર્ષની પહેલવાન હના કિમુરાનું રહસ્યમય સંજોગોમાં મોત, આ કારણે થઈ હતી સાઈબર બુલિંગનો શિકાર

Ankita Trada

ફ્રન્ટ લાઈન વોરિયર્સનો અમદાવાદમાં 10 માળેથી કૂદીને આપઘાત, સિવિલ હોસ્પિટલમાં કરતી હતી નોકરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!