GSTV

શાંઘાઈ સહયોગ સંગઠનમાં અજીત ડોભાલની સીધા મોઢાની વાત, લશ્કર અને જૈશ વિરુદ્ધ કાર્યવાહી કરવા પર મુક્યો ભાર

Last Updated on June 24, 2021 by Pritesh Mehta

ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ તાજિકિસ્તાનની રાજધાની દુશાંબેમાં શાંઘાઈ સહયોગ સંગઠનના સભ્ય દેશોના ઉચ્ચ સુરક્ષા અધિકારીઓની બેઠકમાં સામેલ થયયા હતા. સભ્ય દેશોના એનએસએની બેઠક દરમિયાન અજીત ડોભાલે પાકિસ્તાન સમર્થિત આતંકવાદી સંગઠન લશ્કર અને જૈશ વિરુદ્ધ કાર્યવાહી કરવાની યોજના બનાવવા પર ભાર આપ્યો હતો.

ડોભાલે સ્પષ્ટ કર્યું હતું કે, આ બંને આતંકવાદી સંગઠનો વિરુદ્ધ કાર્યવાહી કરવી જ પડશે. ડોભાલે પાક.નું નામ લીધા વગર તેની પર પ્રહાર કર્યા અને કહ્યું કે- આતંકવાદને ફંડિંગ કરનારનો સામનો કરવા આતંરરાષ્ટ્રીય માપદંડ અપનાવવામાં આવે.

અજીત ડોભાલે બેઠક દરમિયાન લશ્કર-એ-તોયબા અને જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠન વિરુદ્ધ કાર્યવાહી કરવાની યોજનાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. તેમણે મોસ્ટ વોન્ટેડ આતંકીઓ, સંસ્થાઓ વિરુદ્ધના પ્રતિબંધોને પૂર્ણ રીતે અમલમાં લાવવાની વાત કહી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

કોરોના/ રસીકરણને કારણે મોટાભાગના લોકોમાં હર્ડ ઈમ્યુનિટી વિકસી ગઈ છતાં બેદરકારી ભારે પડશે, નિષ્ણાતોએ આપી આ ચેતવણી

Bansari

અફઘાનિસ્તાને તાલિબાની આતંકીઓ પર લગામ કસવા લીધો મોટો નિર્ણય, 31 પ્રાંતોમાં લગાવ્યો નાઇટ કર્ફ્યુ

Bansari

ડ્રેગનનું નવું કારસ્તાન/ ચીનના કારણે જોખમમાં મુકાઇ હજારો ભારતીય નાવિકોની નોકરી, કરી રહ્યું છે આવી ગંદી હરકત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!