GSTV
Home » News » અજિંક્ય રહાણે શેર કર્યો દીકરીનો ફોટો, લાગી રહી છે એકદમ ક્યૂટ

અજિંક્ય રહાણે શેર કર્યો દીકરીનો ફોટો, લાગી રહી છે એકદમ ક્યૂટ

ભારતીય ટેસ્ટ ટીમના ઉપકપ્તાન અજિંક્ય રહાણેએ પહેલીવાર ચાહકોને સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. આ પહેલાં પણ તેમણે ફોટો શેર કર્યો હતો , પણ તેમાં તેમની પુત્રીનો ફેસ નહોતો દેખાતો. ફોટો શેર કરવાની સાથે જ અજિંક્ય રહાણે દિકરીના નામનું પણ ઉલ્લેખ કર્યો હતો.

જેમાં તેમણે દિકરીનું નામ આર્યા રાખ્યુ છે. ફોટો શેર કરતાની સાથે લખ્યુ છે, ‘આર્યા અજિંક્ય રહાણે’ આ સાથે જ એક દિલનો સિમ્બોલ પણ શેર કર્યો છે. પાછલા મહિને જ્યારે અજ્કિય રહાણે દ.આફ્રિકા વિરુદ્ધ મેચ રમી રહ્યાં હતા, ત્યારે તેમની પત્ની રાધિકા 5 ઓક્ટોબરે આ બાળકીને જન્મ આપ્યો હતો.

View this post on Instagram

Aarya Ajinkya Rahane ❤️

A post shared by Ajinkya Rahane (@ajinkyarahane) on

મેચ ખત્મ થવાના તુરંત બાદ અંજિક્ય પોતાની પત્ની અને દિકરીને મળવા ઘરે પહોંચ્યા હતા, આ દરમિયાન પણ તેમની દિકરીના ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા. જેમાં પુત્રીનો ફેસ નહોતો દેખાતો. વર્ષ 2014 માં અજિંક્ય રહાણેએ નાનપણની મિત્ર રાધિકા સાથે દોસ્તી કરી હતી. બંને પહેલીવાર સ્કુલમાં મળ્યા હતા, અને પરિવારની સહમતિ દ્વારા દ્વારા મેરેજ કરી લીધા હતા.

Read Also

Related posts

દિલ્હીની JNUમાં ફી વધારાનો મુદ્દો રાજ્યસભામાં ગુંજ્યો, કાર્યવાહી બે વાગ્યા સુધી સ્થગિત કરાઈ

Mansi Patel

વોડાફોન-આઈડિયા છે કાર્ડ તો 1 ડિસેમ્બરથી ફોન કરવો પડશે મોંઘો

pratik shah

શું તમે પૈસાદાર થવા માંગો છો?, તો આજે જ છોડી દો કારણ વગરનાં આ 5 બહાના!

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!