GSTV

બદલાશે સમીકરણો / ગેહલોત-કેપ્ટનને સખણા રહેવા રાહુલ ગાંધીનો સ્પષ્ટ સંકેત, તમારા કારણે નથી કોંગ્રેસ

Last Updated on July 22, 2021 by Zainul Ansari

રાજસ્થાન કોંગ્રેસના પ્રભારી અજય માકને નવજોતસિંહ સિધ્ધુની પ્રદેશ પ્રમુખપદે વરણીની જાહેરાત સામે કરેલા રીટ્વિટે કોંગ્રેસમાં ખળભળાટ મચાવી દીધો છે. માકેને રીટ્વિટમાં અમરિન્દરસિંહ ઉપરાંત અશોક ગેહલોત અને શીલા દિક્ષીતને સીધાં નિશાન બનાવ્યાં છે. કોંગ્રેસનાં સૂત્રોનું માનવું છે કે, રાહુલ અને પ્રિયંકા ગાંધીના ઈશારે માકને કેપ્ટન અને ગેહલોત બંનેને સરખી રીતે વર્તવા ચીમકી આપી દીધી છે.

માકને લખ્યું છે કે, કોઈ નેતા પોતાની તાકાત પર જીતતો નથી. ગરીબ અને નબળા વર્ગનાં લોકો નહેરૂ-ગાંધી પરિવારના નામે મત આપે છે. તકલીફ એ છે કે, કેપ્ટન હોય, અશોક ગેહલોત હોય કે શીલા દિક્ષીત હોય, મુખ્યમંત્રી બન્યા પછી એ લોકો એવું જ માનવા લાગે છે કે, કોંગ્રેસ પોતાના કારણે જીતી છે.

સિધ્ધુની વરણીના કારણે કેપ્ટન તો આઘાતમાં છે જ પણ આ ટ્વિટે ગેહલોતને પણ આઘાતમાં ગરકાવ કરી દીધા છે. બીજી તરફ સચિન પાયલોટ જૂથ ઉત્સાહમાં છે. પાયલોટને મહત્વ મળશે એવો સ્પષ્ટ સંદેશ રાહુલે માકન મારફતે આપી દીધાનું મનાય છે.

Read Also

Related posts

સ્માર્ટ સેવિંગ / પર્સનલ લોન પર આ રીતે ઓછો કરશે વ્યાજનો દર, લોન લેતા પહેલાં જાણી લો આ 4 ટિપ્સ

Dhruv Brahmbhatt

ગુજરાત ભાજપના નવા સંગઠન મહામંત્રી રત્નાકર આવતી કાલે વિધિવત રીતે ચાર્જ સંભાળશે, આજે ગુજરાતમાં આગમન

Dhruv Brahmbhatt

ફાયદો જ ફાયદો/ આ બિઝનેસ કરીને દર મહિને થશે 1 લાખ રૂપિયાની કમાણી, સરકાર પણ કરશે આર્થિક મદદ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!