બોલિવૂડમાં છેલ્લા કેટલાક સમયથી દિગ્ગજ સ્ટાર અભિનેતાઓની બિગ બજેટ ફિલ્મો ઉંધા માથે પછડાઈ રહી છે ત્યારે અજય દેવગણની દ્રશ્યમ ટુ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે એટલું જ નહીં આ ફિલ્મે અત્યાર સુધીમાં 100 કરોડથી વધુનું કલેક્શન કરી લીધું છે. ફિલ્મ રિલીઝના નવમાં દિવસે પણ બમ્પર કમાણી કરી છે.

અજય દેવગનની ‘દ્રશ્યમ 2’ આજકાલ દર્શકોની પહેલી પસંદ છે. થિયેટરમાં સસ્પેન્સ થ્રિલર ‘દ્રશ્યમ 2’ જોવા માટે મોટી સંખ્યામાં લોકો આવ્યા છે. બીજા સપ્તાહમાં એન્ટ્રી લેનાર ‘દ્રશ્યમ 2’ એ બીજા શનિવારે ધમાકેદાર કમાણી કરી છે જેના કારણે 9માં દિવસે બોક્સ ઓફિસ પર ‘દ્રશ્યમ 2’ની કમાણીમાં જોરદાર ઉછાળો આવ્યો છે. એક રિપોર્ટ અનુસાર, ‘દ્રશ્યમ 2’ એ બીજા શનિવારે બોક્સ ઓફિસ પર 13-14 કરોડની વચ્ચે કલેક્શન કર્યું છે.
બીજી તરફ ‘દ્રશ્યમ 2’ના બીજા શનિવારના કલેક્શનમાં શુક્રવારની સરખામણીએ 80 ટકાનો વધારો થયો છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે અજય દેવગનની ‘દ્રશ્યમ 2’ આ બીજા વિકેન્ડ પર 140 કરોડની નજીક પહોંચી જશે.
ઉલ્લેખનીય છે કે, ‘દ્રશ્યમ 2’ ફિલ્મમાં સુપરસ્ટાર અજય દેવગણની સાથે તબ્બુ, શ્રેયા સરન, અક્ષય ખન્ના, ઈશિતા દત્તા મહત્વની ભૂમિકામાં ભજવી રહ્યા છે.
READ ALSO
- ફાઈલ સેવ કર્યા વિના બંધ કરી દીધું છે MS-WORD, આ રીતે કરી શકશો રિકવર
- Food For constipation/ કબજીયાતની સમસ્યામાં દવાનુ કામ કરે છે અજમો, આ રીતે પરોઠા બનાવીને ખાઓ
- વડોદરા / કરજણ સ્વામિનારાયણ મંદિરના એકાઉન્ટમાંથી 48.43 લાખની ઉચાપત, નોંધાઈ પોલીસ ફરિયાદ
- જાદૂગરનું મેજિક જોઇને ચોંકી ગઇ મહિલા, વીડિયો જોઇને લોકો બોલ્યા આમ કેમ થઇ ગયું
- પાટણ / રાધનપુરમાં આખલાએ અડફેટે લેતા 95 વર્ષના વૃદ્ધાનું મોત નીપજ્યું