GSTV
Bollywood Entertainment Trending

બોક્સ ઓફિસ પર હોરર કોમેડી ‘ભેડિયા’ અને ‘દૃશ્યમ 2’ વચ્ચે જોરદાર ટક્કર, દેવગણ- ધવન બંને સ્ટાર્સે એકબીજાને સક્સેસના પાઠવ્યા અભિનંદન

બોલીવુડ એક્ટર વરુણ ધવન અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મ ભેડિયા (Bhediya) 25 નવેમ્બરના રોજ રિલીઝ થઈ હતી. બોક્સ ઓફિસ પર હોરર કોમેડી ‘ભેડિયા’ અને ‘દૃશ્યમ 2’ (Drishyam 2) વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. બીજી તરફ સોશિયલ મીડિયા પર બંને સ્ટાર્સ અજય દેવગણ અને વરુણ ધવન એક-બીજાને સક્સેસના અભિનંદન પાઠવી રહ્યા છે.

તાળીઓના ગડગડાટ સાંભળીને વરુણ ઘણો ખુશ થયો

ઓડિયન્સની પ્રતિક્રિયા જોવા માટે વરુણ ધવન રવિવારે બાંદ્રાના એક થિયેટરમાં પહોંચ્યો હતો. શો દરમિયાન દર્શકોની સીટીઓ અને તાળીઓના ગડગડાટ સાંભળીને વરુણ ઘણો ખુશ થયો હતો. શો પૂરો થયા બાદ વરુણ ફેન્સ સાથે સેલ્ફી લેતો પણ જોવા મળ્યો હતો. થિયેટરમાંથી પરત ફર્યા બાદ ખુશી વ્યક્ત કરતા વરુણે ટ્વિટર પર લખ્યું કે- #ભેડિયાએ મને એટલો પ્રેમ આપ્યો છે કે, આટલા બધા લોકોને થિયેટરમાં આવતા જોઈને આશ્ચર્ય થાય છે.

વરુણે ટ્વીટ કરીને અજય દેવગણને અભિનંદન પાઠવ્યા

વરુણે ‘દૃશ્યમ 2’ અને ‘ભેડિયા’ બંને માટે ખુશી વ્યક્ત કરતા લખ્યું કે, સ્પેશિયલ સન્ડે #દૃશ્યમ 2 અને #ભેડિયા તમામ સિનેમા પ્રેમીઓને ખૂબ જ આનંદ આપી રહયા છે. અભિનંદન અજય દેવગણ સર અને અભિષેક પાઠક સર..

અજય દેવગણે વરુણને રોકસ્ટાર ગણાવ્યો

વરુણ ધવનના ટ્વીટ પર રિપ્લાઈ આપતા અભિનેતા અજય દેવગણે તેમના વખાણ કર્યા છે. અજયે પોતાના ટ્વીટમાં લ્ખયું કે, હેય વરુણ ધવન. મને ખુશી છે કે, ભેડિયા અને દૃશ્યમ 2 દર્શકોને સિનેમાઘરોમાં પાછા લાવવા માટે સફળ રહ્યા છે. તે ઈન્ડસ્ટ્રીના રૂપમાં અમારા માટે એક સારી ક્ષણ છે અને તમે એક રોકસ્ટાર છો.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

“ધીરજ સાહુ ભાજપમાં જોડાય તો ક્લીનચીટ ન આપી દેતા”, સાંસદ પ્રિયંકા ચતુર્વેદીના ચાબખા

Nelson Parmar

અમેરિકા: રાષ્ટ્રપતિની ચૂંટણીના સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પે હાલના રાષ્ટ્રપતિ બાઈડનને છોડી દીધા પાછળ

Rajat Sultan

જેલમાં બંધ નરગિસ વતી તેના બાળકો નોબેલ પ્રાઈઝ સ્વીકારશે, 31 વર્ષથી ઈરાનની જેલમાં છે નરગિસ

Rajat Sultan
GSTV