GSTV
Home » News » ઇરફાન ખાન બાદ અજય દેવગણ પણ બન્યો ગંભીર બિમારીનો ભોગ

ઇરફાન ખાન બાદ અજય દેવગણ પણ બન્યો ગંભીર બિમારીનો ભોગ

બોલીવુડના સિંઘમ એટલે કે અજય દેવગણ હાલ પોતાની અપકમિંગ ફિલ્મ ટોટલ ધમાલના શુટિંગમાં વ્યસ્ત છે. પરંતુ આ ટાઇટ શિડ્યુલના કારણે અજય દેવગણને દુખાવાની ફરિયાદ થઇ છે. એક અહેવાલ અનુસાર અજય દેવગણને ટેનિસ એલ્બોની ફરિયાદ છે. તેના ઇલાજ માટે તેમને જર્મની પણ જવુ પડે તેવી શક્યતા છે. અજય પાછલા કેટલાંક સમયથી આ સમસ્યા સામે ઝઝૂમી રહ્યો છે.

જણાવવામાં આવી રહ્યું છે કે ટેનિસ એલ્બોના કારણે અજય દેવગણને આટલી તકલીફ છે કે તે હાથથી કોફીનો મગ પણ ઉઠાવી શકતો નથી. તેવામાં શુટિંગ કરવુ મુશ્કેલ છે.

ટેનિસ એલ્બોની સમસ્યા માસ્ટરબ્લાસ્ટર સચિન તેંડુલકરને પણ હતી. આ સમસ્યા દરમિયાન કોણીમાં સખત દુખાવો થાય છે.

ટોટલ ધમાલનુ શુટિંગ આગામી એક મેથી જિમ કોર્બેટ રાષ્ટ્રીય પાર્ક તથા ઋષિકેશમાં શરૂ થવા જઇ રહ્યું છે. આ ફિલ્મમાં અનિલ કપૂર અને માધુરી દિક્ષિતની જોડી રૂપેરી પડદે 18 વર્ષ બાદ જોવા મળશે.

Related posts

પંકજ અડવાણીએ જીત્યું વિશ્વ બિલિર્ડ્સ ચેમ્પિયનશિપનું ટાઈટલ, 22મીં વખત બન્યા વર્લ્ડ ચેમ્પિયન

GSTV Desk

22 વર્ષ પહેલા ગુમ થયો હતો માણસ, ગુગલની મદદથી મળી લાશ

Kaushik Bavishi

રાજ્યમાં નવા ટ્રાફિક નિયમો કાલથી લાગુ, નિયમોના ભંગ બદલ દંડ વસૂલવા ટ્રાફિક પોલીસ સજ્જ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!