GSTV
Bollywood Entertainment Trending

અજય દેવગણની એમેઝોન પ્રાઇમ સાથે જોરદાર ડીલ, એક-બે નહીં એકસાથે આટલી બધી ફિલ્મોનો લાગ્યો જેકપૉટ

અજય

બોલિવૂડ એક્ટર અજય દેવગણ અત્યારે તેના કરિયરના સૌથી સફળ તબક્કામાં છે. તે એક પછી એક નવા પ્રોજેક્ટ સાથે ચર્ચામાં આવી રહ્યો છે. આ વર્ષના પ્રારંભમાં જ તેણે તાન્હાજી, ધ અનસંગ વોરિયર દ્વારા શાનદાર કમાણી કરી હતી. ત્યાર બાદ તે એક પછી એક ફિલ્મો સાઇન કરી રહ્યો છે.

અજય દેવગણે પાંચ નવા પ્રોજેક્ટ સાઇન કર્યા

હવે સમાચાર મળ્યા છે કે અજય દેવગણે પાંચ નવા પ્રોજેક્ટ સાઇન કર્યા છે. અજય દેવગણે એમેઝોન પ્રાઇમ સાથે પાંચ નવા પ્રોજેક્ટ કરવાનો નિર્ણય લીધો છે. હકીકતમાં એમેઝોન સાથે સલમાન ખાને સૌથી મોંઘી ડીલ સાઇન કર્યા બાદ અજય દેવગણના આ પાંચ પ્રોજેક્ટ ભારતીય ફિલ્મનો બીજો સૌથી મોંઘો કરાર પુરવાર થશે.

અજય

ટૂંક સમયમાં જ આ પ્રોજેક્ટની જાહેરાત થશે. હાલમાં તો તેની સાથે સંકળાયેલા લોકો વચ્ચે ચર્ચા થવાની બાકી છે. આ ઉપરાંત અજય દેવગણ એક વેબ સિરીઝમાં પણ ડેબ્યુ કરી રહ્યો છે. આ સિરીઝને લૂથર નામ આપવામાં આવ્યું છે.

અજય દેવગણની એક ફિલ્મની તાજેતરમાં જ જાહેરાત કરાઈ છે જેમાં તે અમિતાભ બચ્ચન સાથે કામ કરનારો છે. આ ફિલ્મમાં સાત વર્ષ બાદ અજય દેવગણ અને અમિતાભ જોવા મળનારા છે. આ ફિલ્મનો ડાયરેકટર અને પ્રોડ્યુસર પણ અજય દેવગણ જ છે.

Read Also

Related posts

VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ

GSTV Web Desk

VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત

GSTV Web Desk

રાજસ્થાન / પીએમ મોદીએ જયપુરમાં મહાખેલના સ્પર્ધકોને સંબોધિત કર્યા, જાણો શું કહ્યું

Akib Chhipa
GSTV