ઘણા સમયથી અમિતાભ બચ્ચન અને હેમા માલિની અભિનીત ‘સત્તે પે સત્તા’ની રિમેકની ફિલ્મની ચર્ચા થઇ રહી છે.રોહિત શેટ્ટી અને ફરાહ ખાનની આ ફિલ્મ પહેલા હૃતિક રોશનને ઓફર કરવામાં આવી હતી. પરંતુ પછીથી હૃતિકે સ્ક્રિપ્ટ પસંદ ન પડી હોવાથી ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કર્યો હતો.

સૂત્રની વાત સાચી માનીએ તો, ‘સત્તે પે સત્તા’ની રિમેક માટે હૃતિકના ઇનકાર બાદ અજય દેવગણનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

કહેવાય છે કે, અજયે આ ફિલ્મમાં કામ કરવાની હા પાડી છે. અજયે આમ પોતાના ખાસ મિત્ર રોહિત માટે કર્યું હોવાનું કહેવાય છે. રોહિત અને અજય ખાસ મિત્રો છે. છેલ્લા ઘણા મહિનાઓથી રોહિત અને ફરાહ આ ફિલ્મના મુખ્ય પાત્રને લઇને મૂંઝવણ અનુભવતા હતા.

એવામાં તેમણે અજયનો સંપર્ક કર્યો હતો, આ પછી અજયે હા પાડી હતી. જોકે હજી સુધી આ વિશે સત્તાવાર જાહેરાત નથી થઈ. ફરાહ અને રોહિત ઘણા સમયથી આ ફિલ્મની તૈયારી કરી રહ્યા છે.
તેમજ આ ફિલ્મના મુખ્ય પાત્ર માટે યોગ્ય અભિનેતાની શોધમાં હતા. હવે લાગે છે કે તેમને યોગ્ય પાત્ર જડી ગયું છે.
Read Also
- આણંદ / બોરસદના વાસણા ગામની પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનના અનાજમાં જીવાત નીકળી
- અમદાવાદ / મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ આંધ્ર મહાસભાના ડાયમંડ જ્યુબિલી સોવેનિયરનું વિમોચન કર્યું
- VIDEO : અજગર સામે થથરી ગયો જંગલનો રાજા, ઉભી પૂંછડીએ ભાગ્યો સિંહ
- અરવલ્લી / બાયડમાં કોજણકંપા ગામના પ્રગતિશીલ ખેડૂતે આમળા સાથે જામફળની ખેતી કરી નવો ચીલો ચીતર્યો
- VIDEO : ચીનમાં ભયાનક અકસ્માત : 10 મિનિટમાં અથડાયા 46 વાહનો, 16 મોત, 66 ઈજાગ્રસ્ત