GSTV
Home » News » અરે! કાજોલની આ ઑફરને અજય દેવગને ના સ્વીકારી

અરે! કાજોલની આ ઑફરને અજય દેવગને ના સ્વીકારી

બોલિવુડના સ્ટાર કાજોલ અને અજય દેવગન એક એવા કપલ છે, જે પોતાની પર્સનલ લાઇફ પર્સનલમાં રાખવાનું પસંદ કરતા હોય છે. તેમ છતાં ક્યારેક તેમની ક્યૂટ બોન્ડિંગ અને કાજોલના ફની અંદાજથી સૌ કોઇ વાકેફ હશે, આવું જ કંઇ સોમવારે સોશ્યલ મીડિયા પર જોવા મળ્યુ. વાસ્તવમાં અજય દેવગન પોતાના ફેન્સના સવાલોના જવાબ ટિ્વટર પર આપી રહ્યા હતા, ફેન્સ તેમની ફિલ્મો, તેમના કેરેક્ટરથી જોડાયેલા સવાલો કરી રહ્યા હતા, એવામાં એક સવાલ કાજોલે પણ કરી દીધો, જેને વાંચ્યા પછી તમે પણ તમારી હંસી રોકી નહી શકો. કાજોલે ટ્વીટ કરતા કહ્યુ કે, ”તું લંચ પર ક્યારે આવી રહ્યો છે?” અજય જવાબ આપતા કહ્યુ કે, ”હું ડાયટ પર છું”

\

આ પહેલી વખત નથી જ્યારે આ કપલે ટિ્વટર પર વાત કરી હોય. આ પહેલા જ્યારે કાજોલે અજય દેવગનની ફિલ્મ ‘શિવાય’નું ટ્રેલર ફેન્સ માટે લોન્ચ કર્યુ હતુ, ત્યારે પણ અજયે કહ્યુ હતુ કે, ”આ માટે તને ઘર પર આવીને થેંક યૂ કહુ કે સોશ્યલ મીડિયા પર?”

તમને જણાવી દઇએ કે, કાજોલ તાજેતરમાં સાઉથના સ્ટાર ધનુષની સાથે ફિલ્મ ‘VIP2’માં જોવા મળી હતી, જ્યારે અજય દેવગન આ શુક્રવારે રિલીઝ થયેલી મલ્ટીસ્ટારર ફિલ્મ ‘બાદશાહો’માં જોવા મળી રહ્યો છે. ડિરેક્ટર મિલન લૂથરિયાની ડિરેક્શનમાં બનેલી ‘બાદશાહો’એ શરૂઆતના 4 દિવસમાં 50 કરોડથી વધારેનો બિઝનેસ કરી દીધો છે.

Related posts

રાગિની MMS રિટર્ન્સની રાગિનીનો બોલ્ડ અવતાર સોશિયલ મીડિયા પર થયો વાયરલ

Kaushik Bavishi

રણબીર-આલિયાએ પોતાના લકી ચાર્મ વિશે જણાવ્યું, સોનમે શેર કર્યો વીડિયો

Kaushik Bavishi

આમિર ખાનની દિકરી ઈરા ખાને આ વ્યક્તિને પ્રપોઝ કર્યું, ફોટો થયો વાયરલ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!