સાઉથના સુપરસ્ટાર પ્રભાસની મેગા બજેટ ફિલ્મ ‘આદિપુરુષ’ ફરી એક વખત હેડલાઇન્સમાં છે. સમાચાર મળી રહ્યા છે કે અજય દેવગણ પણ આ ફિલ્મનો ભાગ બનશે. તાજેતરમાં જ ડિરેક્ટર ઓમ રાઉતે જાહેરાત કરી હતી કે આ ફિલ્મમાં સૈફ અલી ખાન ‘લંકેશ’ની ભૂમિકા ભજવશે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અજય દેવગણ આ ફિલ્મમાં ભગવાન શિવની ભૂમિકામાં જોવા મળશે. આ અગાઉ અજય અને સૈફે ઓમ રાઉતની ફિલ્મ ‘તાન્હાજી : ધ અનસંગ વોરિયર’માં સાથે કામ કર્યું હતું. આ વર્ષે જાન્યુઆરીમાં રિલીઝ થયેલી આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી. જોકે, નિર્માતાઓ દ્વારા હાલમાં કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી. પરંતુ અજય દેવગણનાં આ ફિલ્મમાં જોડાવાના સમાચાર બાદ ફેન્સ ‘આદિપુરુષ’ને લઇને ભારે ઉત્સાહિત થઈ ગયા છે.
7000 years ago existed the world's most intelligent demon! #Adipurush#Prabhas #SaifAliKhan @itsBhushanKumar @vfxwaala @rajeshnair06 @TSeries @retrophiles1 #TSeries pic.twitter.com/xVPrlJQSKF
— Om Raut (@omraut) September 3, 2020
આ ફિલ્મમાં પ્રભાસ ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે. સમાચાર અનુસાર ફિલ્મનું શૂટિંગ વર્ષ 2021થી શરૂ થશે. અને તેની રિલીઝ તારીખ 2022માં નક્કી કરવામાં આવી છે. આ ફિલ્મ ઘણી ભાષાઓમાં રિલીઝ થશે.
READ ALSO
- સુરતની સરકારી કન્યાશાળાની સિદ્ધી / ગુણોત્સવમાં 94 ટકા ગુણાંક સાથે રાજ્યસ્તરે બીજા ક્રમે
- રાજસ્થાનમાં વસુંધરા રાજે-અશોક ગેહલોત બંનેથી નારાજ છે આ સમુદાય, હવે પીએમ નરેન્દ્ર મોદીએ પોતે સંભાળ્યો મોર્ચો
- પાકિસ્તાનની સુપર ક્રિકેટ લીગ બંધ થશે, ડોલર સામે પાકી રૂપિયો ગગડ્યો!
- હવે વંદે ભારત ટ્રેન સાથે નહીં ટકરાય જાનવરઃ રેલવેએ જારી કર્યા આઠ ટેન્ડર, 245 કરોડ રૂપિયા ખર્ચ કરીને થશે આ કામ
- Bharat Jodo Yatra / રાહુલની યાત્રાના સમાપનમાં મોટા વિપક્ષી નેતા ગેરહાજર