GSTV
World

Cases
7007751
Active
121115736
Recoverd
731096
Death
INDIA

Cases
634945
Active
1535743
Recoverd
44836
Death

Raid : ઇનકમ ટેક્સ કમિશનરની ભુમિકામાં અજય દેવગણની ધમાકેદાર રિ-એન્ટ્રી

અજય દેવગણની અપકમિંગ ફિલ્મ ‘રેડ’નું પહેલું પોસ્ટર રિલિઝ કરવામાં આવ્યું છે. અજય દેવગણ છેલ્લે બોદશાહો ફિલ્મમાં જોવા મળ્યો હતો. ટી-સિરકિઝના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું ડાયરેક્શન રાજ કુમાર ગુપ્તા કરી રહ્યાં છે. ફિલ્મમાં અજય દેવગણની સાથે ઇલિયાના ડિક્રુઝ અને સૌરભ શુક્લા મુખ્ય ભુમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું પોસ્ટર જાણીતા ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યું હતું.

ફિલ્મમાં અજય દેવગણના લુકની વાત કરીએ તો તેના લુકમાં કંઇ ખાસ ફેરફાર નથી કરવામાં આવ્યો. મોટાભાગની ફિલ્મમોમાં અજયનો આવો જ લુક જોવા  મળ્યો છે. ફિલ્મના લોગોની વાત કરીએ તો તેમાં 1981નું સ્ટેમ્પ સ્પષ્ટપણે જોઇ શકાય તેમ છે. તેના પરથી અંદાજ લગાવી શકાયછે કે આ ફિલ્મની સ્ટોરી 1981ની આસપાસની હોઇ શકે છે. પોસ્ટરમાં જોઇ શકાય છે કે બોરી અને બોક્સના ઢગલા વચ્ચે અજય દેવગણ બેઠો છે. જેમાં રૂપિયાના ઢગ અને સોનું જોવા મળી રહ્યું છે. આના પરથી અંદાજ લગાવી શકાય કે ફિલ્મ કદાચ કાળા ધન અને ભ્રષ્ટાચાર સાથે સંબંધિત હોઇ શકે છે.

ફિલ્મના ટાઇટલને પણ જોરદાર પંચલાઇન આપવામાં આવી છે કે’હીરો હંમેશા યુનિફોર્મમાં નથી આવતાં’ ફિલ્મની રિલિઝ ડેટની વાત કરીએ તો 16 માર્ચે આ ફિલ્મ રિલિઝ થવા જઇ રહી છે.

Related posts

મને પદની લાલચ નથી, રાજસ્થાનના રણમાં પહેવી વખત સામે આવ્યાં સચિન પાયલટ

Nilesh Jethva

લૂંટેરી દુલ્હન : અમદાવાદમાં યુવકને લગ્નના બીજા દિવસે જ મળ્યો દગો, યુવતી રોકડ અને ઘરેણા લઈ ફરાર

Nilesh Jethva

મણિપુરની ભાજપ સરકારે વિધાનસભામાં ધ્વનિમતથી વિશ્વાસ મત જીત્યો, કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં ખુરશીઓ ફેંકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!