GSTV

Netflix પર હવે કિસ્મત અજમાવશે અજય દેવગણ, પત્ની હશે હિરોઈન

ભારતમાં અમેરિકન સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. જે મુજબ તેના પ્રેક્ષકો વધી રહ્યા છે, બોલીવુડમાં પણ ચર્ચા વધી રહી છે. બોલિવૂડના કેટલાક મોટા કલાકારો આ પ્લેટફોર્મ પર કામ કરી રહ્યા છે અને ઘણી મોટી પ્રોડક્શન કંપનીઓ પણ ખાસ કરીને આ પ્લેટફોર્મમાં તેમનું રોકાણ કરી રહી છે.

શાહરૂખ ખાનની પ્રોડક્શન કંપની રેડ ચિલીઝ એન્ટરટેઈમેન્ટ અને અનુરાગ કશ્યપની ફેન્ટમ ફિલ્મ્સે સેક્રેડ ગેમ્સ ૨ અને બાર્ડ ઓફ બ્લડને સાથે મળીને પ્રોડ્યુસ કર્યું છે. આ બંને સીરીઝ સાથે સેફ અલી ખાન અને ઈમરાન હાશ્મી જેવા મોટા કલાકારો જોડાયા છે. આ સાથે જ અન્ય એક મોટા સુપર સ્ટાર્સ આ પ્લેટફોર્મ પર જોડાઈ રહ્યા છે.

અજય દેવગણની પ્રોડક્શન કંપની અજય દેવગન ફ્લ્મ્સિે(ADF) નેટફ્લિક્સ સાથે હાથ મિલાવ્યો છે. આ ભાગીદારીથી એક ફિચર્સ ફિલ્મ ત્રિભંગા બનાવવામાં આવશે,જે કાજોલ અને અજય દેવગણની ડિજિટલ ડેબ્યૂ હશે. આ ફિલ્મનું નિર્દેશન રેણુકા શહાણે કરશે.

આ સીરીઝમાં કાજોલ સાથે મિથિલા પાકર અને તન્વી આઝમી હશે. આ સીરીઝમાં મુંબઈ સ્થિત નિષ્ક્રિય પરિવારની ત્રણ પેઢીની મહિલાઓની વાર્તા દર્શાવવામાં આવશે. આ સીરીઝને દીપક ધરની બાંજય એશિયા અને ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ પી. મલ્હોત્રાની અલ્કેમી પ્રોડક્શન્સ કો-પ્રોડ્યૂસ કરશે.

Read Also

Related posts

શરમજનક ઘટના / વેક્સિનેશન માટે કરાયું પરિવાર પર દબાણ, રસી લેવાની ના પાડતા કાપી નાખ્યા વીજળી-પાણીના કનેક્શન

Zainul Ansari

મુંબઈના 87% લોકોમાં કોરોના એન્ટિબોડીઝ બની : 85% પુરુષો અને 88% સ્ત્રીઓમાં રોગપ્રતિકારક શક્તિ વિકસી, પાંચમા સેરો સર્વેએ તોડ્યા અગાઉના તમામ રેકોર્ડ

Vishvesh Dave

શોખ બડી ચીઝ હે/ 37ની ઉંમરમાં 11 સંતાન અને 12મા બાળકની તૈયારી, આ મહિલાને ‘પ્રેગ્નન્ટ’ થવું ખુબ જ પસંદ છે

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!