બોલીવુડ સ્ટાર અજય દેવગણ હંમેશાથી જ પોતાની એક્ટિંગ માટે જાણીતા છે. હાલમાં જ એક્ટરની ફિલ્મ તાનાજીને ઘણા એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. એવામાં સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે, જે ખુબ ચોંકાવનારો છે. વાયરલ વિડીયો અનુસાર દિલ્હીમાં અધડી રાતે બે જૂથોમાં થયેલી લડાઈ થઇ હતી. આ વિડીયોમાં અજય દેવગણનું નામ સામે આવી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર વિડીયોને લઇ દાવો કરવામાં આવી રહ્યો છે કે વાયરલ વિડીયોમાં જે વ્યક્તિની પીટાઈ થઇ રહી છે એ બીજું કોઈ નહિ પરંતુ બોલીવુડના સુપરસ્ટાર અજય દેવગણ છે. જો કે અમે આવી કોઈ વાતની પુષ્ટિ કરતા નથી.
વાયરલ થયો વીડિયો
સોશિયલ મીડિયા પર એક વિડીયમાં આવી રહ્યો છે કે વિડીયોમાં દેખાઈ રહેલ વ્યક્તિ અજય દેવગણ જેવા લાગે છે, પરંતુ અમે આ વાતની પુષ્ટિ કરતા નથી. કે આમાં વાસ્તવિક એક્ટર જ છે. વાયરલ વિડીયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, ઘટનામાં અજય દેવગણ જ છે અને તે નશોની હાલતમાં હતો. કાર પાર્કિંગને લઈ એક્ટરનો ઝઘડો થયો છે, ત્યારબાદ મામલો મારપીટ પર પહોંચી ગયો છે.
પરંતુ તમને સ્પષ્ટ જણાવી દઈએ કે જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તેમાં કોઈનો ચહેરો દેખાતો નથી. જો કે વીડિયોમાં જોવા મળી રહેલી વ્યક્તિનો ચહેરો અજયને મળી રહ્યો છે પરંતુ આ એક્ટર છે એમ કહી શકાય નહીં.

તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ એક યુઝરે આ આખી ઘટનાનો વીડિયો શેર કર્યો છે, જેમાં સફેદ શર્ટ પહેરેલી વ્યક્તિને માર મારતા જોઇ શકાય છે. વીડિયો પોસ્ટ કરતી વખતે આ વ્યક્તિએ લખ્યું છે – ‘મને ખબર નથી કે તે અજય દેવગણ છે કે નહીં. પરંતુ, લોકો ખેડૂત આંદોલન અંગે રોષ ફેલાવતા હોય તેવું લાગી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ફેલાઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તે અજય દેવગન છે. જ્યારે કેટલાક લોકોએ કહ્યું છે કે વીડિયો દિલ્હી એરપોર્ટનો છે પરંતુ આ વીડિયોમાં બીજું કોઈ નથી.
અજયે નામ બદલ્યું

તાજેતરમાં જ અજય દેવગણે સોશિયલ મીડિયા પર કહ્યું છે કે બધાએ મને અજય દેવગણ કહેવાનું બંધ કરવું જોઈએ. અભિનેતાએ કહ્યું છે કે દુઆમાં યાદ રાખજો, નામ છે સુદર્શન. આ પોસ્ટ પછી, ચાહકો સમજી ગયા છે કે અજય તેની આગામી ફિલ્મ વિશે વાત કરી રહ્યો છે. હવે જોવાનું એ છે કે તેનું નામ અજયની કઈ ફિલ્મમાં છે. તો પણ, અજયનું અસલી નામ વિશાલ છે. અજય દેવગ ટૂંક સમયમાં મેદાન ફિલ્મમાં જોવા મળશે. આશા છે કે આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ કરવામાં આવે.
Read Also
- ભારત-અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં સંરક્ષણ ક્ષેત્રે થઈ શકે છે મહત્વપૂર્ણ કરાર, વિશ્વનું સૌથી શક્તિશાળી ડ્રોન વધારશે હિંદ મહાસાગરમાં તાકાત
- મહિસાગરમાં પોક્સો એક્ટ હેઠળ આરોપીને સજા ફટકારી, વર્ષ 2019માં લગ્નની લાલચ આપીને સગીરાને ભગાડી ગયો હતો નરાધમ
- ક્રિકેટના ફોર્મેટના ભવિષ્યને લઇ સૌરવ ગાંગુલીએ આપ્યું મોટું નિવેદન કહ્યું, ભવિષ્યમાં માત્ર …
- Low Blood Pressure/ લો બ્લડ પ્રેશરના સમયે જરૂર ખાઓ ફ્રૂટ્સ, તરત જ કંટ્રોલમાં આવશે બીપી
- બાંધકામો નિયમિત કરવા માટે માત્ર સાત હજાર 500 અરજીઓ જ આવી, ઈમ્પેક્ટ ફીના કાયદાનો ઈમ્પેક્ટ પડ્યો કે નહી?