GSTV

દુષ્યંત ચૌટાલા માટે ખુશખબરી, પિતા અજય ચૌટાલા બે સપ્તાહ માટે તિહાર જેલમાંથી આવશે બહાર

Last Updated on October 26, 2019 by Mansi Patel

હરિયાણા વિધાનસભા ચૂંટણીના ત્રિશંકુ પરિણામ બાદ રાજકીય સોગઠાબાજી વચ્ચે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી અને દુષ્યંત ચૌટાલાની જનનાયક જનતા પાર્ટીએ જોડાણ કરીને સરકાર રચવાનું એલાન કરી દીધું છે. માત્ર 11 મહિના જૂની જનનાયક જનતા પાર્ટીએ હરિયાણામાં 10 બેઠકો જીતને કિંગમેકરની ભૂમિકા નિભાવી. જેમાં જેજેપીને સત્તામાં સ્થાન મળવાની સાથે ડેપ્યુટી સીએમનું પદ પણ મળ્યું. હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામોએ દુષ્યંત ચૌટાલા માટે બેવડી ખુશી લાવ્યા.

જેજેપી અધ્યક્ષ દુષ્યંત ચૌટાલાના પિતા અજય ચૌટાલાને બે સપ્તાહ માટે ફરલો મળી ગયા છે. જેથી તેઓ હવે જેલ બહાર આવીને દિવાળીની ઉજવણી તો કરશે જ સાથે  પુત્રની શપથ વિધીમાં પણ સામેલ થશે. હરિયાણાની સરકાર રચાવા સમયે તેમજ દિવાળીના તહેવાર પર પોતાના પિતાને જેલની બહાર જોઇને દુષ્યંતનો જશ્ન ડબલ થઇ જશે.

અજય ચૌટાલા દિલ્હીની તિહાડ જેલમાં બંધ હતા. હરિયાણામાં શિક્ષક ભરતી કૌભાંડમાં અજય સિંહ ચૌટાલાને જેલ થઇ હતી.  સીબીઆઇની સ્પેશિયલ કોર્ટે આઇએનએલડીના અધ્યક્ષ ઓમપ્રકાશ ચૌટાલા અને તેમના પુત્ર અજય ચૌટાલાને 10-10 વર્ષની સજા ફટકારી હતી. કુલ 55 લોકોને કોર્ટે દોષિત ઠેરવ્યા હતા.

READ ALSO

Related posts

BIG BREAKING: DGCAનો મહત્વનો નિર્ણય, 15 ડિસેમ્બરથી શરૂ નહીં થાય ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ: ઓમિક્રોનનો ખતરો છે મુખ્ય કારણ

pratik shah

શશિ થરૂરે હવે પુરૂષ સાંસદો સાથેની તસ્વીર શેર કરી, કહ્યું- હવે કોઈ વાયરલ નહીં કરે !

Pravin Makwana

World AIDS Day: 57 ટકા ભારતીયો નથી કરતાં ગર્ભનિરોધકનો ઉપયોગ, ગુજરાતનું આ શહેર રેંકિંગમાં સૌથી નીચે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!