GSTV
Home » News » અબુ ધાબીની આ અનોખી હોસ્પિટલ વિશે જાણીને ચોંકી જશો તમે, જુઓ ફોટો

અબુ ધાબીની આ અનોખી હોસ્પિટલ વિશે જાણીને ચોંકી જશો તમે, જુઓ ફોટો

હોસ્પિટલનું નામ સાંભળતા જ મોટા મોટા લોકોની તબિયત બગડી જાય છે. સરકારી હોસ્પિટલ હોય તો લાંબી લાંબી લાઈનો અને અવ્યવસ્થાઓની ચિંતા હોય છે. જોકે, અમે તમને ડરાવવા માંગતા નથી.

આજે અજબ-ગજબની દુનિયામાં અમે તમને એક એવી હોસ્પિટલ વિશે જણાવવાના છીએ જ્યાં આવી કોઈ જ સમસ્યા નથી. અને ખાસ વાત તો એછેકે, તેનો માણસો સાથે કોઈ સંબંધ નથી. દુનિયામાં બાજો માટે બનેલી સૌથી મોટી હોસ્પિટલ છે. જેમાં એક ઈન્સેટિવ કેર યૂનિટ પણ છે.

અને પક્ષીઓને આરામ આપવા માટે એર કન્ડિશ્નર રૂમ પણ છે. અહીં પક્ષીઓની સારી રીતે દેખરેખ રાખવામાં આવે છે. અહીં ઈલાજ માટે એવા પક્ષીઓને લાવવામાં આવે છે જેમની કિંમત 10 લાખ ડોલર સુધીની હોય છે. અબુ ધાબીનાં આ ફાલ્કન હોસ્પિટલમાં દરેક વર્ષે 9000 પક્ષીઓનો ઈલાજ કરાય છે.

આ હોસ્પિટલમાં બ્રીડીંગ સેન્ટર, એક્સ-રે અને એક નેત્ર વિભાગ છે. અબુધાબીનાં અમીરાતમાં પર્યટકો માટે એક આકર્ષણનું કેન્દ્ર છે. અહીં બાજને એક પવિત્ર પક્ષી માનવામાં આવે છે.

અહીંના યુવાઓમાં બાજ પાલન બહુજ લોકપ્રિય છે. અહીં પક્ષીઓને વેઈટિંગ રૂમમાં બેસાડવામાં આવે છે. તેમના માટે વેઈટિંગ રૂમ, ઈમરજન્સી મેડિકલ વોર્ડ અને ઓપરેશન થિયેટર પણ છે.

અહીં તેમનો ઈલાજ સસ્તા દરે કરાય છે. જેમને ડોક્ટરો દ્વારા તપાસ કરાય છે. આ ચોવીસ કલાક કાર્યરત રહે છે. આ હોસ્પિટલને 1999માં ખોલવામાં આવી હતી. અહીં, UAE, સાઉદી અરબ, કતાર અને કુવૈતમાંથી પક્ષીઓને લાવવામાં આવે છે.

પહેલાં અહી ફક્ત બાજનો જ ઈલાજ કરાતો હતો પરંતુ 2006થી અહીં બધા જ પક્ષીઓનો ઈલાજ કરાય છે. આ હોસ્પિટલ ખૂલ્યા બાદ અહીં 67 હજારથી વધુ પક્ષીઓનો ઈલાજ થઈ ચૂક્યો છે.

READ ALSO

Related posts

વિન્ડિઝ પ્રવાસ માટે 19મીએ ટીમની પસંદગી: ધોનીની નિવૃત્તિની અટકળો

Mayur

જે રીતે વિજેતાનો નિર્ણય લેવાયો તે અત્યંત શરમજનક: વિલિયમસન

Mayur

સરકારી બેંકોનું રિકેપિટાઈલાઈઝેશન અને લીધેલા પગલાંને કારણે થયો ફાયદો

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!