લાંબા લાંબા માણસો અને રાતે આપમેળે વાગે છે પિયાનો, હોટલની કહાણી કંઈક એવી કે…

ઘણીવાર અજીબોગરીબ ઘટના સામે આવતી હોય છે. વિદેશમાં પણ ક્યારેક ભુત પ્રેતોનાં પૂરાવા મળે છે. અમેરિકાનું કોલોરાડો જેટલું પોતાની નેચરલ બ્યૂટી માટે પ્રખ્યાત છે, તેટલું જ એક ભૂતિયા હોટલના કારણે પણ ફેમસ છે. સુંદર પહાડોની વચ્ચે એડવેન્ચર માટે આવતાં ટૂરિસ્ટ રાત થતાં પહેલાં અહીંથી જતાં રહે છે. કહેવાય છે કે સૂરજ અસ્ત થયા બાદ અહીંની સ્ટેનલી હોટલમાં રહસ્યમયી શક્તિઓનો વાસ થઇ જાય છે, જે સંપૂર્ણ વિસ્તારને પ્રભાવિત કરે છે. આસપાસના લોકોએ અહીં અનેક ભૂતિયા ઘટનાઓ ઘટતી હોવાનો દાવો વર્ષોથી શરૂ જ છે.

આ ટાઉનમાં આ હોટલ સૌથી ઊંચા વિસ્તાર પર બનેલી છે. 138 રૂમવાળા આ હોટલને 1990માં ફ્રીલેન ઓસ્કર સ્ટેનલી અને તેની પત્ની ફ્લોરા સ્ટેનલીએ શરૂ કરી હતી. હોટલ અને રિસોર્ટ શરૂ થયા બાદ અહીં ગેસ્ટ્સને અજીબોગરીબ અહેસાસ થવા લાગ્યાં હતાં. થોડાં ગેસ્ટ્સનું અહીં અચાનક મૃત્યુ પણ થઇ ગયું હતું. ત્યાર બાદ થોડાં સમય માટે હોટલ બંધ રહી, ત્યાર બાદ ફરી શરૂ કરી દેવામાં આવી હતી. દાવો કરવામા આવ્યો કે, ગેસ્ટનું મૃત્યુ ઠંડીના કારણે થયું હતું.

અનેક લોકોના મૃત્યુ બાદ તેમની આત્માઓ આ હોટલમાં ભટકી રહી છે તેવું માનવામાં આવ્યું. હોટલ સ્ટાફે અનેકવાર રાતે પિયાનોનો અવાજ સાંભળ્યો છે. આ સિવાય હોટલના હોલમાં ખૂબ જ લાંબા-લાંબા લોકો જોવા મળ્યાં છે. આ વાતને ત્યારે લોકો સાચી માનવા લાગ્યાં જ્યારે એક પ્રખ્યાત લેખકને પોતાના પરિવાર સાથે અહીં રાત પસાર કરવી પડી અને તેમણે એક પ્રેત આત્મા જોવા મળી હતી.

લેખકે ભૂત જોયું અને લખી પુસ્તક

લેખક સ્ટીફન કિંગ પત્ની અને દીકરા સાથે અહીં રોકાયા હતાં. બરફ પડવાના કારણે તેમણે રાતે અહીં જ રોકાવું પડ્યું હતું. તે રાતે તેઓ આ હોટલમાં એકમાત્ર ગેસ્ટ હતાં. સ્ટીફનને તે હોટલ ભૂતિયા હોવાની જાણકારી પહેલાં જ થઇ ગઇ હતી. રાતે જ્યારે તેમનો દીકરો ગૈલરી રમી રહ્યો હતો, ત્યારે તેની પાછળ એક ખોફનાક પડછાયો પણ ચાલી રહ્યો હતો.આ જોઇને સ્ટીફન ચોંકી ગયા અને બીજા જ દિવસે તેઓ હોટલમાંથી રવાના થઇ ગયાં. સ્ટીફને આ ખોફનાક રાત પર એક નોવલ ‘ધ શાઇનિંગ’ પણ લખી છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter