કસ્ટમરે ડિલીવરી બોયને કહ્યું, ખા ‘મા કસમ’, કારણ અને આખી ચેટ વાંચી આવશે હસવું

ઓનલાઈન ફૂડ એર્ડર સર્વિસ ઝોમેટો સતત કોઈને કોઈ કારણથી ચર્ચામાં રહે છે. સર્વિસ બોયના ફૂડ ટેસ્ટ બાદ હવે ઝોમેટોની ચેટ ચર્ચાનો વિષય બની છે. કસ્ટમર સાથે ઝોમેટો ઓપરેટરની વાતચીત સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે.

હકીકતે એક યુઝરે સ્ક્રીનશોર્ટ પોસ્ટ કર્યા છે. જેમાં જોવા મળી રહ્યું છે કે યુઝર કસ્ટમર કેરને પોતાના ઓર્ડર વિશે પુછતાછ કરી રહ્યો છે. ઓપરેટર પોતાના કસ્ટમરને કહી રહ્યો છે કે તેમને ફરી વખત ઓર્ડર કરવો પડશે ત્યાર બાદ કસ્ટમર ઝોમેટો પાસેથી રિફન્ડની માંગ કરી રહ્યો છે. ત્યારે જ કસ્ટમર પોતાના સર્વિસ પર્સનને ‘મા કસમ’ ખાવા કહે છે. જેના જવાબમાં ઝોમેટો ઓપરેટર લખે છે ‘મા કસમ’.

આ ચેટને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. હાલમાં જ સ્વિગીના એખ ઓર્ડરનો સ્ક્રીનશોર્ટ પણ વાયરલ થયો હતો. જોમાં ડિલીવરી બોય વિશે જોણકારી આપવામાં આવી હતી કે તેણે કોમર્સમાં માસ્ટર્સ કર્યું છે. ઓર્ડર કરવા વાળાએ ફેસબુક પર પોસ્ટ કરીને લખ્યું હતું કે દેશનો શું હાલ થઈ ગયો છે કે આટલું ભણેલો માણસ મારા જેવા ટીનેજરને ભોજન પહોંચાડે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter