રસ્તા પર તરફડી રહી હતી યુવતી, ડ્રાઈવરે ટેક્સી વેચીને કરી મદદ અને બદલામાં છોકરીએ…

હાલમાં રસ્તા પર રોજ બરોજ હજારો અકસ્માત થાય છે. અને તેમાંથી ધણા લોકો ઘટના સ્થળે જ મરી જાય છે. અને અમુક લોકોનો જીવ ફક્ત એ કારણે જતો રહે છે કારણ કે સમય પર તેમને મદદ નથી મળતી. લોકો પોલીસના ચક્કરમાં ન પડવું પડે માટે મદદ કરવા ન આવે જો સમય પર સારવાર મળી જાય તો કોઈ પણનો જીવ બચાવી શકાય છે.

અમુક લોકો દયાળુ હોય છે અને તે મદદ પણ કરે છે જેના કારણે તેમનો જીવ બચી શકે છે. આજે અમે તમને એક એવી જ ઘટના વિશે જણાવવા જઈ રહ્યા છીએ. એક યુવતીનો અચાનક રસ્તા પર અકસ્માત થઈ ગયો અને તે રસ્તા પર પડી હતી લોકો તેને જોતા હતા તો પણ મદદ ન હતા કરતા. બધા જોઈને પણ આગળ વધી જતા હતા.

એક રાજબીર નામના ટેક્સી ડ્રાઈવરે તેને જોઈ અને તેની મદદ કરવા તેને ટેક્સીમાં બેસાડી હોસ્પિટલ લઈ ગયો. ડોક્ટરે જોયું તો તેમણે કહ્યું કે તેનું હાલ જ ઓપરેશન કરવું પડશે જેનો ખર્ચ અઢી લાખ થશે. છોકરીનું ઓપરેશન થઈ ગયું અને તે ભાન આવ્યા બાદ તે ઘરે જતી રહી. છોકરી સહારનપુરની રહેવાસી હતી. અને તેનું નામ અસીમા હતું ધીરે ધીરે છોકરી સરખી થઈ ગઈ. તેણે ડ્રાઈવરને મળવાનું વિચાર્યુ. અને તેના ઘરે પહોંચી ગઈ.

છોકરી અભ્યાસ કરતી હતી અને તેને અભ્યાસમાં ગોલ્ડ મેડલ મળવાનો હતો અને તેણે ડ્રાઈવરને કહ્યું કે તે ત્યા જરૂરથી આવે. તેના ઘરની હાલત ઠીક ન હતી તેની રોજી રોટી ટેક્સી હતી જે વેચાઈ ચુકી હતી. આસીમાએ ટેક્સી ડ્રાઈવરને ટેક્સી લઈને આપી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter