GSTV
Home » News » ધૂમધામથી જાન લઈને લગ્ન સ્થળ પર પહોંચ્યા, જોયું તો ત્યાં ફક્ત બોર્ડ લટકાવ્યું હતું જેમાં લખ્યું હતું કે…

ધૂમધામથી જાન લઈને લગ્ન સ્થળ પર પહોંચ્યા, જોયું તો ત્યાં ફક્ત બોર્ડ લટકાવ્યું હતું જેમાં લખ્યું હતું કે…

ભારતમાં આજે પણ દહેજનું દૂષણ મોટી સામાજીક સમસ્યા છે. દહેજના કારણે દર વર્ષે હજારો લગ્નો તુટી જાય છે. આ પ્રકારના સંજોગો વચ્ચે મહારાષ્ટ્રમાં દહેજભૂખ્યા સાસરિયાઓને લગ્નના દિવસે જ કન્યાના પરિવારે પાઠ ભણાવ્યો હતો. માલેગાંવમાં એક વ્યક્તિએ પોતાની 22 વર્ષની પુત્રીના લગ્ન મિસ્ત્રી કામ કરતા યુવક સાથે નક્કી કર્યા હતા. સોમવારે લગ્ન લેવાવાના હતા અને જાન પણ આવવાની હતી.

તેના પહેલા યુવકના પરિવારજનોએ નાના કદના પલંગની જગ્યાએ મોટા કદના પલંગની માંગણી મુકી હતી.જેના પગલે યુવતીના પિતા પાસે લગ્ન તોડી નાંખવા સીવાય બીજો કોઈ રસ્તો રહ્યો નહોતો.

જાન જ્યારે લગ્ન સ્થળ પર પહોંચી ત્યારે લગ્નની ધૂમધામની જગ્યાએ જાનૈયાઓને એક બોર્ડ મારેલું જોવા મળ્યું હતું. જેના પર લખ્યુ હતુ કે, યુવકના પરિવારજનો દ્વારા દહેજ માટે થી રહેલી વારંવાર માંગણીઓ અને આલિશાન પલંગની માંગણીના કારણે લગ્ન રદ કરવામાં આવે છે.આ માટે તમામ મહેમાનોની અમે માફી માંગીએ છે.

આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે ત્યારે યુવકના પરિવારજનોનુ કહેવુ છે કે, અમે ક્યારેય મોટા પલંગની માંગણી કરી નહોતી.લગ્ન નક્કી થયા ત્યારે જે કદનો પલંગ બનાવવાનો હતો તેના કરતા નાનો પલંગ બની રહ્યો હોવાથી અમે આગળ કામ નહી કરવા કહ્યુ હતુ.જોકે યુવતીના પરિવારજનોને ગેરસમજ થઈ હતી.

Read Also

Related posts

જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોની મળી મોટી સફળતા, મોટા પ્રમાણમાં ઝડપાયા….

Path Shah

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah

આઈસીસી ઓલ-રાઉન્ડર્સનાં રેન્કિંગમાં મોટો ફેરફાર, હવે આ ખેલાડી છે નંબર 01

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!