GSTV
Home » News » ભારતના આ સ્થળે આજે પણ છે બ્રિટીશ સરકારનું રાજ, પરવાનગી વિના ચકલુંય ન ફરકી શકે

ભારતના આ સ્થળે આજે પણ છે બ્રિટીશ સરકારનું રાજ, પરવાનગી વિના ચકલુંય ન ફરકી શકે

15 ઓગસ્ટ 1947ના રોજ દેશ આઝાદ થઇ ગયો છે. એટલે કે ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી મળી ગઇ છે. ત્યારથી દેશના દરેક ખૂણે-ખૂણામાં ભારત સરકારનું રાજ છે. પરંતુ શું તમે જાણો છો કે ભારતમાં જ એક એવી જગ્યા છે જ્યાં આજે પણ બ્રિટીશ સરકારની હુકુમત ચાલે છે. અહીં કંઇ પણ કરતાં પહેલાં ભારતે બ્રિટીશ સરકારની પરવાનગી લેવી પડે છે.

તમે એવું વિચારી રહ્યાં હશો કે અમે બ્રિટીશ દૂતાવાસની વાત કરી રહ્યાં છીએ, જ્યાં આતંરરાષ્ટ્રીય કાયદાના કારણે કંઇ પણ કરતાં પહેલાં બ્રિટીશ સરકારની અનુમતિ લેવી પડે છે. પરંતુ અમે વાત કરી રહ્યાં છે તે સ્થળની જે ભારત સરકારના અધિકાર ક્ષેત્રમાં હોવા છતાં પણ નથી.

આ સ્થળ નાગાલેન્ડની રાજધાની કોહીમામાં છે, જેને દુનિયા ‘કોહીમા વૉર સિમેટ્રી’ એટલે કે કોહીમા યુદ્ધ સ્મારકના નામે જાણે છે. અહીં બીજા વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા 2700 બ્રિટીશ સૈનિકોની કબર છે. અહીં ચિંડવિન નદી કિનારે જાપાનની સેનાએ આઝાદ હિંદ ફૌજ સાથે મળીને બ્રિટીશ સરકાર પર હુમલો કર્યો હતો, જે ઇતિહાસમાં કોહીમા યુદ્ધના નામે જાણીતુ છે.

બ્રિટીશ સરકારે પોતાના સૈનિકોની યાદમાં આ સ્થળે સ્મારક બનાવડાવ્યું હતુ. આ સમયે દુનિયાના મોટાભાગના રાજ્યોમાં બ્રિટનની હકૂમત હતી તેથી એવા અનેક સ્મારક ભારત ઉપરાંત અન્ય દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા અને કેનેડામાં પણ બનાવડાવ્યાં છે.

અહીં રહેલા તમામ સ્મારકોની દેખરેખનું કામ કોમનવેલ્થ વૉર ગ્રેવ કમીશનનું છે. તેથી આવી જગ્યાએ ભારતીયોએ ફોટો ક્લિક કરવાથી લઇને સારસંભાળનુ કામ કરવા માટે પણ બ્રિટીશ સરકારની પરવાનગી લેવી પડે છે.

મીડિયા રિપોર્ટસ અનુસાર ગત વર્ષે આ સ્મારક પાસેના રસ્તાને પહોળો કરવાનો પ્રસ્તાવ ભારત તરફથી મુકવામાં આવ્યો હતો પરંતુ બ્રિટીશ સરકારે તેને ફગાવી દીધો.

જો કે નેતાજી સુભાષ ચંદ્ર બોસ સંસ્થાના પદાધિકારી તમાલ સાન્યાલ આ જગ્યાને પોતાના અધિકાર ક્ષેત્રમાં લેવા માટે ભારત સરકાર સાથે વાત કરી રહ્યાં છે.

Read Also

Related posts

હિંમતનગરના હાઈવે પર ત્રણ દિવસથી ગટરલાઈનમાં ફસાયેલા વાછરડાને મહામહેનતે કાઢ્યુ બહાર

Kaushik Bavishi

નારોલ પાસેની ફેક્ટરીમાં ભડકેલી આગ આજે પણ યથાવત, ફાયરના 30 જવાનો ઘટનાસ્થળ પર

Path Shah

માનસિક પીડાથી પિડાઈ રહી હતી સુનંદા પુષ્કર, શરીર પર મળ્યા હતા 15 ઈજાના નિશાન

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!