GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

ખેડૂતો અને ઉદ્યોગો બાદ આમને કહ્યું અમારું પણ દેવું કરો માફ, દેવાની છૂટ રાજકીય પક્ષો માટે મતનો ધંધો

વેપારીઓના સંગઠન, કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (કૈટ)એ સોમવારે જણાવ્યું હતું કે, ઉદ્યોગો અને ખેડૂતોની માફક વ્યાપારીઓના પણ માફ કરવામાં આવે. કૈટે કહ્યું હતું કે, પહેલા કોર્પોરેટ સેક્ટર અને મોટા ઉદ્યોગોનું દેવું માફ કરવામાં આવ્યું હતું અને હવે ખેડૂતોને દેવા માફી મળી રહી છે, જે દેશની અર્થવ્યવસ્થાને મોટો ખતરો છે અને આ દેશના કરોડો કરદાતાઓ સાથે વિશ્વાસઘાત કરે છે.

સરકારને આ પ્રકારનો કોઈ અધિકાર આપવામાં આવ્યો નથી

કૈટે એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે, દેશમાં સાત કરોડ વેપારીઓએ લોન લીધા છે, તેમના પણ દેવા માફ થવા જોઈએ અને કરમાં રાહત આપવામાં આવે. કૈટના રાષ્ટ્રીય અધ્યક્ષ બી સી ભરતીયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે જણાવ્યું હતું કે, દેવાની છૂટ રાજકીય પક્ષો માટે મતનો ધંધો છે. તેમણે કહ્યું કે, સરકારને આ પ્રકારનો કોઈ અધિકાર આપવામાં આવ્યો નથી કે, તે મન મરજીથી દેશના સરકારી તીજોરીમાંથી આવી રીતે દેવા માફી કરીને બેન્કો પર તેનો ભાર નાખે અને બેંકિંગ વ્યવસ્થાને વેર-વિખેર કરી નાખે. તેમણે કહ્યું કે, આનાથી બેંકોના એનપીએ ઉભા થાય છે અને દેશમાં આર્થિક અસમાનતા પેદા થાય છે. કૈટે આ મુદ્દા પર એક મોટી રાષ્ટ્રીય આંદોલન શરૂ કરવાની ચેતવણી આપી છે.

મધ્યપ્રદેશ અને છત્તીસગઢ કૉંગ્રેસે બે લાખ ખેડૂતોની લોન માફ કરી

કૈટે 12-13 જાન્યુઆરી, 2019ના રોજ ભોપાલમાં તેની રાષ્ટ્રીય ગવર્નિંગ કાઉન્સિલની એક બેઠક બોલાવી છે, જેમાં દેશના તમામ રાજ્યોના વેપારીઓ ભાગ લેશે. નોંધપાત્ર રીતે, ચૂંટણી પહેલા કોંગ્રેસે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ખેડૂતોને દેવું માફી આપવાનું વચન આપ્યું હતું; આ ત્રણ રાજ્યોમાં કોંગ્રેસ સરકારની રચના થઈ તે પહેલા ખેડૂતોની દેવા માફીની સૌ પ્રથમ જાહેરાત કરવામાં આવી હતી. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના સૂચનો પર મધ્યપ્રદેશ અને છત્તીસગઢની કૉંગ્રેસ સરકારોએ બે લાખ ખેડૂતોની લોન માફ કરી છે.

Related posts

લોકડાઉનમાં વતન પરત ફરેલા પરપ્રાંતિયોની વાપસી, 10 હજારથી વધુ શ્રમિકો પરત ફર્યા

Bansari

આખરે કેમ WHO એ બંધ કર્યું હાઈડ્રોક્સીક્લોરોક્વીન અને લોપિનાવિર/રિટોનાવિર દવાના પરીક્ષણ

pratik shah

પાનના ગલ્લા બન્યાં હૉટસ્પોટ, આ આંકડાઓ વાંચશો તો જવાનું ભૂલી જશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!