GSTV
Home » News » દીપિકા નહિ પદ્માવત અને બાજીરાવ માટે આ અભિનેત્રી હતી ભણસાલીની પહેલી પસંદ

દીપિકા નહિ પદ્માવત અને બાજીરાવ માટે આ અભિનેત્રી હતી ભણસાલીની પહેલી પસંદ

બચ્ચન બહુ ઐશ્વર્યા રાઈ હતી પદ્માવત અને બાજીરાઓ મસ્તાનીમાં ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની પ્રથમ પસંદ! એમ તેણે એક ઈંટરવ્યુમાં જણાવ્યુ હતુ. પદ્માવત ભલે આ વર્ષની સૌથી મોટી હીટ ફિલ્મો પૈકીની એક હોય પરંતુ આ ફિલ્મની રીલિઝ વખતે કરણી સેનાએ જે વ્યાપક વિરોધ કર્યો હતો

તે જોતાં તેમજ તેમાં પદ્માવતીનું પાત્ર ભજવનાર અભિનેત્રી દીપિકાને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી હતી. ત્યારે આ બધુ જ ઐશ્વર્યા સાથે પણ થઈ ચુક્યુ હોત ! કારણ? અભિનેત્રી એ હાલમાં જ એક ઈંટરવ્યુમાં એ વાતનો ઘટસ્ફોટ કર્યો હતો કે તે ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ફિલ્મ બાજીરાઓ મસ્તાની અને પદ્માવતનાં મેન લીડ માટેની પ્રથમ પસંદગી હતી.

પરંતુ સંજયને મારી માટે બાજીરાવ ન મળ્યો અને પદ્માવત માટે ખિલજી ન મળ્યો. કાસ્ટિંગ સમયે એ મુશ્કેલી આવી હતી અને અંતે ફિલ્મ માટે મારુ નામ મારે છોડવું પડ્યુ હતુ. જો કે આ ખુબ સામાન્ય બાબત છે કારણ કાસ્ટિંગ સમયે ખુબ જ મહત્વનું છે કે પાત્ર એવું સામે આવે જેની કેમેસ્ટ્રી સારી હોય.

અભિનેત્રી એ હમ દિલ દે ચુકે સનમ અને ગુઝારિશ જેવી ફિલ્મો નિર્દેશક સાથે કરી છે. જો આમ થયું હોત તો સમયનું એક આખુ ચક્કર પુરુ થયાં બાદ બન્ને એ સાથે કામ કર્યુ હોત. ઐશ્વર્યાની ફન્ને ખાં હાલમાં જ રજુ થઈ છે.

Related posts

અમેરિકામાં ગોળીબાર : કેલિફોર્નિયામાં ચાર, ઓક્લાહોમામાં ત્રણ લોકોનાં મોત

Bansari

5G આવ્યા બાદ ટેલિકોમના અન્ય ક્ષેત્રો સાથે સંબંધ મજબૂત થશે : ટેલિકોમ સચિવ

Dharika Jansari

પાકિસ્તાન: કરાચીમાં 320 રૂપિયા કિલો ટામેટા, લોકો 1-2 નંગ ખરીદવા મજબૂર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!