બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય વિશ્વની સૌથી સુંદર મહિલામાં ગણતરી થાય છે. તેની જેવું દેખાવા અને બનવા માટે દરેક મહિલા ટ્રાઈ કરતી હોય છે. સોશિયલ મીડિયા પર આમ તો એવી કેટલીય મહિલાઓની તસ્વીરો વાયરલ થતી હોય છે. જે હૂબહૂ ઐશ્વર્યા રાય જેવી જ દેખાતી હોય છે. ત્યારે હાલમાં જ એક પાકિસ્તાની યુવતીની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.આ યુવતીનું નામ આમના ઈમરાન છે. જે ઈંસ્ટાગ્રામ પર પોતાની તસ્વીરો શેર કરતા ચર્ચામાં આવી છે.

પાકિસ્તાન મૂળની આ યુવતી આમના ઈમરાન એક બ્લોગર છે. તેની ઈંસ્ટાગ્રામ પ્રોફાઈલ ફક્ત ઐશ્વર્યા રાય જેવી દેખાતી તસ્વીરોથી ભરેલી છે. આ તસ્વીરોમાં આમના ઈમરાન બિલ્કુલ ઐશ્વર્યા રાયની કોપી લાગી રહી છએ. એટલુ જ નહીં, તેણે એવી કેટલીય તસ્વીરોમાં ઐશ્વર્યા રાયના હાવભાવને કોપી કર્યા છે. કહેવાય છે કે, આમના ઈમરાન એક બ્યૂટી બ્લોગર છએ આ પ્રથમ મોકો નથી, જ્યારે ઐશ્વર્યા રાયની કોપી કરવામાં આવી હોય. આ અગાઉ પણ એવી કેટલીય તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ છે.
ઐશ્વર્યા રાયના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, છેલ્લે તે ફન્ને ખાનમાં નજરે પડી હતી. ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મ મેલિફિસેંટ: મિસ્ટ્રેસ ઓફ એવિલની એક હિન્દી વર્જન માટે હોલિવૂડ એક્ટ્રેસ એન્જિલા જોલીની જગ્યા લેતી નજરે પડી હતી .આ ઉપરાંત અભિનેત્રીએ થોડા દિવસ પહેલા પેરિસ ફૈશન વિકમાં પોતાનું ડેબ્યુ કર્યુ હતું. આ ઉપરાંત તે મણિરત્નમની ફિલ્મમાં પણ જોવા મળી શકે છે. સાથે જ તે અનુરાગ કશ્યપની ગુલાબ જાબૂનમાં પણ જોવા મળશે.
READ ALSO
- બચેલી ચાય પત્તીઓનો આ રીતે કરો ઉપયોગ, ઘણા કાર્યો થઈ જશે સરળ
- કોરોનાકાળમાં આટલી વસ્તુનું કરો સેવન, વાયરસ નજીક પણ નહીં આવે, આજે લેવાનું કરી દો શરૂ
- લૌરા જેસોર્કા(Laura Jasorka), જે તેના બધા કપડાં ઉતારી અને પર્વત પર ચઢી ગઈ
- વડોદરા: રેમડિસીવીર ઈંજેક્શનના કાળાબજાર કરતા આયુર્વેદિક ડોક્ટરની થઈ ધરપકડ
- રશિયા બનશે વધું મજબૂત: માનવરહિત ઉભા કરી રહ્યુ છે ટેંક, અમેરિકા સુધી કરી શકે છે હુમલાઓ
