કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઐશ્વર્યા રાય બચ્ચનની તસવીરો વાયરલ થઈ હતી. જોકે રેડ કાર્પેટ લુકમાં બહુ રિસ્પોન્સ નહોતો મળ્યો પરંતુ એરપોર્ટ પર આરાધ્યા અને અભિષેક બચ્ચન સાથેની તેની તસવીરો ચાહકોને ખૂબ પસંદ આવી હતી.

કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાંથી ઐશ્વર્યા રાય બચ્ચનની પરત ફરતાની તસવીરો અને વીડિયો પણ વાયરલ થયા હતા.

ઐશ્વર્યા હંમેશા પોતાની પુત્રી આરાધ્યાનો હાથ પકડીને ચાલતી હતી અને બંનેની પાછળ અભિષેક બચ્ચન જોવા મળી રહ્યો હતો.

રેડ કાર્પેટથી લઈને એરપોર્ટ સુધી ચર્ચા
રેડ કાર્પેટ પર ઐશ્વર્યા રાયની હાજરી હોય કે પછી એરપોર્ટ પર તેનું વોક સોશિયલ મીડિયા પર ચાહકો તેની પ્રેગ્નન્સી વિશે પ્રશ્નો પૂછતા જોવા મળ્યા હતા.

ઐશ્વર્યા રાય બચ્ચનના ફોટા અનેક ફેન પેજ પર શેર કરવામાં આવ્યા હતા અને તેમાંથી અનેક કમેન્ટ સેક્શનમાં લોકોએ ઐશ્વર્યા રાયની બીજી પ્રેગ્નન્સી પર સવાલ ઉઠાવ્યા હતા. ઐશ્વર્યાએ કલરફુલ શ્રગ પહેર્યું હતું જેનાથી તે પોતાને વારંવાર ઢાંકી રહી હતી.

લોકોએ ઐશ્વર્યાની પ્રેગ્નન્સીને લઈને સવાલો પૂછ્યા
એક યુઝરે કોમેન્ટ સેક્શનમાં લખ્યું હતું કે, શું તે પ્રેગ્નેન્ટ છે? તે જ રીતે અન્ય એક વ્યક્તિએ પણ કોમેન્ટ સેક્શનમાં પૂછ્યું હતું કે, ઓહ માય ગોડ શું તે બીજી વખત પ્રેગ્નેન્ટ છે? તમને જણાવી દઈએ કે, ઐશ્વર્યા રાયની પ્રેગ્નન્સી વિશે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.
Read Also
- પતિ શાહિદ કપૂરને પોતાની તરફ ખેંચી મીરાએ કરી દીધી કિસ, વિડીયો જોઈ તમે પણ શરમાઈ જશો
- PM નરેન્દ્ર મોદી ૪થી જુલાઇએ ગુજરાતની મુલાકાતે, રાજ્યના CM ઉપરાંત કેન્દ્ર સરકારના બે મંત્રીઓ રહેશે હાજર
- વિકાસ/ ગુજરાતમાં ૩૭૬૦.૬૪ કરોડના ખર્ચે ૩૪ નેશનલ હાઇવે બનાવશે મોદી સરકાર, અમદાવાદ અને સૌરાષ્ટ્રમાં અહીં બનશે નવા ફ્લાય ઓવર
- રૂપિયો તૂટ્યો! ડોલરની સામે 78.96ના ઐતિહાસિક તળિયે પહોંચ્યો, શું મહામંદીના ગ્રહણનાં એંધાણ?
- મહારાષ્ટ્રની રાજકીય ઉથલપાથલે લીધો નવો વળાંક, ઉદ્ધવ ઠાકરેને ફ્લોર ટેસ્ટ દ્વારા બહુમતી સાબિત કરવાનો આદેશ,