એશ અને અભિના લગ્ન પહેલાં પણ થયા છે બખેડા, આમને નહોતું અપાયુ આમંત્રણ

અભિષેક બચ્ચન બૉલીવુડના એક એવા અભિનેતા છે જેમણે ફ્લૉપ ફિલ્મ સાથેની પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અમિતાભ બચ્ચનના દીકરા હોવા છતાં અભિષેકે પોતાની અલગ ઓળખાણ બનાવા માટે સખત મહેનત કરવી પડી છે.

લગ્ન પહેલાં ખબર પડી કે એશને મંગળ છે જેથી તેના વૃક્ષ સાથે લગ્ન કરી દોષ ઉતારી શકાશે. આ બધું શાંત થયું હતું કે એક છોકરીએ તેમના લગ્ન પહેલા હંગામો મચાવી દીધો હતો. સામાન્ય મોડલ ‘જ્હાનવી કપૂર’ એ ખૂબ જ તમાશો કર્યો કે અભિષેકની સાથે તેનો અફેર હતો અને તેમણે તેણીની સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું.

આ બધાની વચ્ચે છેલ્લે એ સમય આવ્યો જયારે બંન્ને લગ્નના બંધનમાં બંધાઈ ગયા. 20 એપ્રિલ 2007એ બચ્ચન પરિવારના બંગ્લો પ્રતિક્ષામાં તેમના લગ્ન થયા. એમાં એવું કહેવામાં આવતું હતું કે સાવ જ ઓછા લોકોને તેમના લગ્નમાં સામેલ કરવામાં આવ્યા હતા. પરંતુ જ્યારે ફોટોગ્રાફ બહાર આવ્યા ત્યારે અડધાથી વધુ બૉલીવુડ તેમાં સામેલ હતું.  

રાની મુખર્જી, કરિશ્મા કપૂર અને ઋતિક રોશનને લગ્ન માટે આમંત્રણ મળ્યું નહોતું. અભિષેકનો બાળપણનો મિત્ર ઋત્વિક છે. 16 નવેમ્બર, 2011 ના રોજ અરાધ્યા બચ્ચનનો જન્મ થયો ત્યારે ઘરમાં ફરીથી સુખ આવ્યું. આજે આખું બચ્ચન કુટુંબ ખુશીથી જીવે છે. અભિષેક માટે તેની પુત્રી કરતાં વધુ કંઈ નથી.

થોડા મહિના પહેલા જ્યારે કોઈ એક વ્યક્તિએ Twitter પર અભિષેક અને અરાધ્યાનો ફોટોગ્રાફ નાખીને મજાક ઉડાવી કે ‘હું એ સમયની રાહ જોવું છું જ્યારે આરાધ્યા તેમના પિતાની ફિલ્મ દ્રોણા અને ઝુમ બરાબર ઝુમ જોઈને એશને કહે કે શું મજબૂરી હતી..?’ ( તો અભિષેક સાથે લગ્ન ક્રિયા) તેના પર અભિ એ તગડો જવાબ આપ્યો હતો. અભિષેકને આજે અમિતાભ બચ્ચનના પુત્ર અને મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાયના પતિ તરીકે ઓળખવામાં આવે છે. અભિષેક અંગત જીવનમાં ખૂબ જ ખુશ હોવાનું મોટુ કારણ એશ્વર્યા સાથેના તેમના લગ્ન છે.

અભિષેક અને ઐશ્વર્યા પહેલી વખત 2000માં મળ્યા હતા. જ્યારે તેઓ ફિલ્મ ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’  માટે શૂટિંગ કરી રહ્યા હતા. બંનેએ તે વર્ષે ફિલ્મ ‘કુછ ના કહો’ માં કામ કર્યું હતું. અત્યાર સુધી તેમની વચ્ચે માત્ર સારી મિત્રતા હતી. જોકે તેઓ પહેલાં 1997માં મળ્યા હતા પણ એશે અભિષેકના સારા મિત્ર બોબી દેઓલ સાથે ‘ઔર પ્યાર હો ગયો’  ફિલ્મમાં કામ કરવાનો નિર્ણય લીધો હતો.

પરંતુ તે સમયે એશ સલમાન ખાન સાથે સંબંધમાં હતી અને 2002માં અભિષેક કરિશ્મા કપૂર સાથે જોડાયો હતો. કપૂર અને બચ્ચન પરિવાર એક થવા માટે તૈયાર હતા પરંતુ કોઈ અંગત કારણસર કરિશ્મા અને અભિષેક માતા વચ્ચેના મતભેદ થયા હતા અને 2003માં તેમની સગાઈ તૂટી ગઈ હતી.

અભિષેકે તે માણસને શોધવામાં સમય ના લીધો અને તેને કહ્યું કે જે તકલીફ હોય એ મને કે મારી છોકરીને આમાં ના સામેલ કરે. અભિષેક અનુરાગ કશ્યપની ફિલ્મ ‘મનમર્જિયા’  ફિલ્મથી બોલિવુડમાં પાછો ફર્યો છે. આ ઉપરાંત, તેની પાસે ‘ગુલાબ જામુંન’ ફિલ્મ પણ છે. આમાં, અભિષેક તેની પત્ની એશ સાથે રોમાન્સ કરતો જોવા મળશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter