GSTV
World

Cases
3591419
Active
2746098
Recoverd
394780
Death
INDIA

Cases
115942
Active
114073
Recoverd
6642
Death

અભિષેકના પ્રપોઝલ બાદ જોધા-અકબરના સેટ પર આ રીતે રહેતી હતી એશ્વર્યા, ઋતિકનું રિએક્શન પણ હતું મજેદાર

એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની લવ સ્ટોરી કોઇ ફિલ્મી સ્ટોરી જેવી જ છે. બંનેએ લગ્ન પહેલાં અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યુ છે. પરંતુ કોઇએ વિચાર્યુ ન હતું કે આ રીલ જોડી રિયલ જોડી બની જશે. બંનેના અફેરની જાણ કોઇને ન થઇ. એક દિવસ તેમના લગ્નની ખબરથી ફેન્સ ચોંકી ગયાં.

લગ્નના 12 વર્ષ બાદ એશ્વર્યા રાય બચ્ચને પોતાની લવ સ્ટોરી વિશે રસપ્રદ ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે ક્યારે અને કેવી રીતે અભિષેકે તેને પ્રપોઝ કરી હતી. ફિલ્મફેરને આપેલા ઇન્ટરવ્યુ દરમિયાન એશ્વર્યાએ આ અણમોલ પળો શેર કરી.

તેણીએ જણાવ્યું કે ફિલ્મ ગુરુની રીલીઝ પહેલાં અભિષેકે ન્યુયોર્કમાં હોટલ રૂમની બાલ્કનીમાં તેને પ્રપોઝ કરી હતી. એશ્વર્યાએ જણાવ્યું કે તે સમયે અભિષેક હોલીવુડની રોમેન્ટિક ફિલ્મોના હીરો જેવો લાગી રહ્યો હતો.

એશ્વર્યાએ વધુમાં જણાવ્યું કે, અભિષેકનું પ્રપોઝલ સ્વીકાર્યા બાદ હું ફિલ્મ જોધા અકબરના સેટ પર દુલ્હન જેવું ફીલ કરતી હતી. મને યાદ છે જ્યારે જોધા અકબરના ‘ખ્વાજા મેરે ખ્વાજા’ સૉન્ગનું શુટિંગ કરી રહ્યાં હતાં ત્યારે હું કોઇ દુલ્હનની જેમ શણગાર કરીને બેઠી હતી. મને લાગી રહ્યું હતું કે ઑન સ્ક્રીન-ઑફ સ્ક્રીન મારી સાથે આ બધુ અસલમાં થઇ રહ્યું છે. આ બધુ વિચિત્ર હતુ અને આશુતોષે કહ્યું હતું કે હું કોઇ ખયાલોમાં ગુમ છું અને તેનાથી હું દંગ રહી ગઇ હતી.

આ ઉપરાંત એશ્વર્યાએ ઋતિકના રિએક્શન વિશે પણ જણાવ્યું. તેણે કહ્યું કે ઋતિકે આશુતોષની વાત સાંભળી અને મારી સામે જોઇને મને હાથના ઇશારાથી ઓલ ધ બેસ્ટ કહ્યું.

Read Also

Related posts

અમેરિકી મહિલાનો સનસનીખેજ દાવો, પાકિસ્તાનના પૂર્વ ગૃહપ્રધાને નશીલી દવા પીવડાવી કર્યો હતો રેપ

Pravin Makwana

ચીનને આપશે જડબાતોડ જવાબ, અમેરિકા સહિત આઠ દેશોએ કર્યું જોડાણ

Pravin Makwana

મોદી સરકારનું સુપ્રિમમાં સોગંધનામું, શ્રમિકોને અપાઈ છે આ પ્રકારની સુવિધાઓ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!