GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

બોલિવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને તેમની પુત્રી આરાધ્યનો રિપોર્ટ પણ પોઝિટીવ, સારવાર અર્થે કરાયા દાખલ

બોલિવૂડ મહાનાયક અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા બાદ હવે ઐશ્વર્યા રાય અને તેમની પુત્રી આરાધ્યનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો છે. જ્યારે કે જયા બચ્ચનનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. આ માહિતી બીએમસીના આસિસ્ટન્ટ કમિશનર વિશ્વાસ મોટેએ આ માહિતી આપી હતી.જો કે પહેલા એવા અહેવાલ આવ્યા હતા કે જયા બચ્ચન, ઐશ્વર્યા અને આરાધ્યનો એન્ટીજેન ટેસ્ટ નેગેટીવ આવ્યો છે.

ઐશ્વર્યા રાય અને તેમની પુત્રી આરાધ્યનો રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યો

બિગ બી અમિતાભ બચ્ચન અને જુનિયર બચ્ચન બાદ હવે બચ્ચન પરિવારને વધુ એક ઝાટકો લાગ્યો છે. મળતી માહિતી મુજબ, બચ્ચન બહુ ઐશ્વર્યા રાય અને બચ્ચન પૌત્રી આરાધ્યા પણ કોરોના પોઝિટિવ આવ્યા છે. સૂત્રો પાસે થી મળતી માહિતી મુજબ, સવારે માહિતી મળી હતી કે જયા બચ્ચન અને ઐશ્વર્યા રાય બચ્ચનના કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. પરંતુ હવે માહિતી મળી રહી છે કે ઐશ્વર્યા અને આરાધ્યા કોરોના પોઝિટિવ આવ્યા છે.

બીએમસીના આસિસ્ટન્ટ કમિશનર વિશ્વાસ મોટેએ આ માહિતી આપી

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું, સાથે સાથે અભિષેક બચ્ચનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. તેમણે ટ્વિટ કરીને જણાવ્યુ હતુ કે,  હું અને મારા પિતા બન્ને કોરોના પોઝિટિવ છીએ. અમને હળવા લક્ષણો હતાં. જેથી અમે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છીએ. અભિષેક બચ્ચનની ડેબ્યુ વેબ સીરિઝ આવી રહી છે. જેને તાજેતરમાં રિલિઝ કરવામાં આવી છે. તેઓ છેલ્લા ઘણાં દિવસોથી ડબિગ  માટે સ્ટુડિયો જઈ રહ્યા હતા.  અભિષેક અનેક વખત માસ્ક સાથે સ્ટુડિયો પર જોવા મળ્યો હતો. જોકે,  હવે તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અભિષેકે ચાહકોને શાંતિ જાળવી રાખવાની અપીલ પણ કરી છે.

બંને બંગલા સીલ કરાશે


પ્રોટોકોલ મુજબ અમિતાભના જલસા અને પ્રતિક્ષા બંગલાને સીલ કર્યા પછી સેનેટાઈઝ કરાશે. મોડી રાત્રે બીએમસીની ટીમ તેમના ઘરે પહોંચી ગઈ હતી. મેયર કિશોરી પેડણેકરે કહ્યું કે આસપાસના ઘર સંક્રમણમુક્ત કરાશે.

જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેમને હું રિપોર્ટ કરાવવાની અપીલ કરૂ છુ

બોલિવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. આ પછી તેને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અંગે ખુદ 77 વર્ષીય અમિતાભ બચ્ચને માહિતી આપી છે. અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, મારો કોરોના પોઝિટિવ આવ્યો છે. હોસ્પિટલમાં શિફ્ટ કરી રહ્યા છે. હોસ્પિટલના અધિકારીઓને જાણ કરવામાં આવી છે. પરિવાર અને અન્ય સ્ટાફની તપાસ ચાલી રહી છે. તપાસના પરિણામોની રાહ જોવાઇ રહી છે. છેલ્લા 10 દિવસ જે લોકો મારા સંપર્કમાં આવ્યા છે તેમને હું રિપોર્ટ કરાવવાની અપીલ કરૂ છુ.

અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિની શૂટિંગ કરી રહ્યા હતા

બિગ બી પાસે હાલમાં ઘણા પ્રોજેક્ટ્સ છે જે તેમને પુરા કરવાના છે. હાલના વર્ક ફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો, અમિતાભની આગામી ફિલ્મોની વાત કરીએ તો તેમા ચેહરે, બ્રહ્માસ્ત્ર, બટરફ્લાય, ઝુંડ અને Uyarndha Manithanનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે ફિલ્મ ઠગ્સ ઓફ હિન્દુસ્તાનના શૂટિંગ દરમિયાન પણ બિગ બીની તબિયત લથડી હતી. આ ઉપરાંત અમિતાભ બચ્ચન કૌન બનેગા કરોડપતિની શૂટિંગ પણ કરી રહ્યા હતા. તેમણે શોના પ્રોમો વીડિયો શૂટ કર્યા હતા અને એપિસોડના શૂટિંગની તૈયારી ચાલી રહી હતી.

લોકડાઉનના કારણે અમિતાભ બચ્ચન રૂટિન ચેકઅપ માટે જઈ શક્યા નહોતા. ત્યારે હવે માહોલ થોડો નોર્મલ થતાં અને તકલીફ થોડી વધતા શનિવારની સાંજે તેમને ડોક્ટરની સલાહ બાદ રૂટિન ચેકઅપ માટે નાણાવટી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

OMG ! આ અભિનેત્રીના ઘર સુધી પહોચ્યો કોરોના, સોસાયટીમાં થઈ બબાલ

મહામારી કોરોના વાયરસનો કહેર વધી રહ્યું છે. ભારતમાં આ જીવલેણ વાયરસે અત્યાર સુધીમાં લાખોથી પણ વધારે લોકોને પોતાની ઝપેટમાં લીધા છે. તો તેનું સંક્રમણ ધીરે ધીરે બોલિવૂડમાં પણ ફેલાઈ રહ્યો છે.

READ ALSO

Related posts

UP : ભાજપે અયોધ્યામાં રામ મંદિરનું કર્યું ભૂમિપૂજન, સૈફઇમાં અખિલેશ યાદવ બનાવડાવશે કૃષ્ણની વિરાટ પ્રતિમા

pratik shah

ભારતમાં કોરોનાનો હાહાકાર : રેકોર્ડબ્રેક 67 હજારથી વધુ નવા પોઝીટીવ સાથે કુલ આંક 24 લાખ નજીક

Karan

રાજકોટના પડધરીમાં ધોધમાર વરસાદ વરસ્યો, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!