GSTV
Home » News » Airtelનો નવો ધમાકો, 49 રૂપિયામાં 3GB ડેટા, જાણો શું છે ઓફર

Airtelનો નવો ધમાકો, 49 રૂપિયામાં 3GB ડેટા, જાણો શું છે ઓફર

જીયો સાથેની હરિફાઈમાં એરટેલ દ્વારા એક નવો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો છે. કંપની પસંદગીના ગ્રાહકોને 49 રૂપિયામાં 3GB 4G ડેટા આપી રહી છે. જોકે આ પ્લાનની વેલીડીટી ફક્ત 1 દિવસની છે. આ એક પ્રીપેડ પ્લાન છે અને પોસ્ટપેડ ગ્રાહક આનો લાભ નહીં લઇ શકે. આ ઓફર બધા ગ્રાહકો માટે નથી આ માટેની વધુ જાણકારી માટે ગ્રાહક માય એરટેલ એપનો સંપર્ક કરી શકે છે.

એરટેલના આ પ્લાનમાં ફક્ત ગ્રાહકોને ડેટા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે એટલે કે આમાં વોઈસ કોલિંગનો લાભ નહીં આપવામાં આવે. 49રૂપિયા વાળા આ પ્લાનમાં બાકી ગ્રાહકોને ફક્ત 1GB ડેટા આપવામાં આવે છે પરંતુ આ પ્લાનમાં ફેરફાર કરીને 3GB ડેટા આપવામાં આવી રહ્યો છે. આ પેકની ખાસ વાત એ છે કે આમાં 4G/3G ડેટા આપવામાં આવી રહ્યો છે.

આ પહેલા એરટેલે 249 રૂપિયા વાળો પ્લાન લોન્ચ કર્યો હતો સાથે જ 349 રૂપિયા વાળા પ્લાનમાં ફેરફાર પણ કર્યો હતો. 249 રૂપિયા વાળા પ્લાનની ખાસ વાત એ છે કે તે દરેક ગ્રાહક માટે ઉપલબ્ધ છે. આ પ્લાનની વાત કરવામાં આવે તો આમાં પ્રતિદિન 2GB ડેટા આપવામાં આવે છે અને તેની વેલીડીટી 28 દિવસોની છે અને હવે 349 રૂપિયા વાળા પ્લાનમાં હવે પ્રતિદિન 2.5GBની જગ્યા પર પ્રતિદિન 3GB ડેટા આપવામાં આવી રહ્યો છે.

249 રૂપિયાના પ્લાનની હરીફાઈ જોયોના 198 રૂપિયા વાળા પ્લાન સાથે કરવમાં આવી રહી છે. આ પ્લાનમાં પ્રતિદિન 2GB ડેટા સાથે અનલિમિટેડ વોઈસ કોલ, રોમિંગ કોલ અને પ્રતિદિન 100SMS પણ આપવામાં આવી રહ્યા છે એટલે કે આખી વેલીડીટી વખતે ટોટલ 56GB ડેટા મળી રહ્યો છે જે જીયોના 198 રૂપિયા વાળા પ્લાન જેવો જ છે.

349 રૂપિયા વાળા પ્લાનની વાત કરવામાં આવે તો હવે આમાં જુના 70GB ડેટાની તુલનામાં 28 દિવસની વેલીડીટીમાં કુલ 84GB 4G ડેટા ગ્રાહકોને આપવામાં આવી રહ્યો છે. આ પ્લાનમાં અનલિમિટેડ કોલ્સ સાથે પ્રતિદિન 100SMS પણ આપવામાં આવી રહ્યો છે.

CRICKET.GSTV.IN

 

Related posts

વરસાદની સીઝનમાં કાર ના થઈ જાય બે-કાર, તે માટે રાખો આટલું ધ્યાન

Dharika Jansari

Jioના જબરદસ્ત પ્લાન: વારંવાર રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મળશે છૂટકારો, જાણો શું છે ઑફર

Bansari

Jio યુઝર્સ આનંદો! હવે Freeમાં મળશે Jio ગીગા ફાઇબરની સર્વિસ, જાણો શું છે ઑફર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!