વોડાફોન આઈડિયા અને એરટેલે ત્રણ ડિસેમ્બરના રોજ તેના નવા પ્લાન શરૂ કર્યા છે. તે દરમિયાન ત્રણે કંપનીઓએ અનલિમિટેડ નામથી ઘણા બધા પ્લાન શરૂ કર્યા છે, પરંતું હકીકત એ પણ છે કે કોઈ પણ પ્લાનમાં અનલિમિટેડ કોલિંગ નથી મળી રહ્યું. ગ્રાહકોએ વોડાફોન-આઈડિયા અને એરટેલના આ નિર્ણય પર વિરોધ કર્યો છે. વોડાફોને તેના ગ્રાહકોને વાસ્તવમાં અનલિમિટેડ કોલિંગ આપવાનું કહ્યું હતું.

જોકે ત્રણ ડિસેમ્બરે નવો ટેરિફ લાગુ થયા બાદ એરટેલ, વોડાફોન-આઈડિયાએ તેના બધા પ્લાન સાથે એફયુપી શરૂ કરી હતી જેના હેઠળ બધા પ્લાનની સાથે બીજા નેટવર્ક પર કોલિંગની સીમા નક્કી કરવામાં આવી હતી. જેમ કે, 28 દિવસ વાળા પ્લાનની સાથે બીજા નેટવર્ક પર કોલિંગ માટે 1,000 મિનિટ્સ મળતાં હતા. હવે એરટેલ, વોડાફોન અને આઈડિયાએ એફયુપી પુરું કરવાનું એલાન કર્યું છે.


એવામાં વોડાફોન, આઈડિયા અને એરટેલના ગ્રાહકો બધી કંપનીઓના નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકશે. જ્યારે જિયોના ગ્રાહકોને બીજા નેટવર્ક પર કોલિંગ માટે કેટલીક મિનિટ્સ મળશે. તેના પછી જિયોના યુઝર્સ માટે મિનિટના 6 પૈસા વસૂલવામાં આવશે. વોડાફોને આ જાણકારી એફયુપી ટ્વિટ કરીને આપી છે. ટ્વીટમાં કહ્યું છે કે ફ્રીનો મતલબ હદુ પણ ફ્રી થાય છે. હવે અમારા ટ્રુલી અનલિમિટેડ પ્લાન્સથી કોઈ પણ નેટવર્ક પર ફ્રી કોલ્સનો લાભ ઉઠાવશે. વોડાફોનના બધા પ્લાન હવે અનલિમિટેડ કોલિંગની સાથે અપડેટ કરવામાં આવશે.

જિયોના ગ્રાહકોએ આપવું પડશે આઈયુસી
જણાવીએ કે રિલાયન્સ જિયો આ વર્ષે ઓક્ટોબરમાં IUCનું એલાન કર્યું છે જેમાં બીજા નેટવર્ક પર કોલિંગ માટે જિયોના ગ્રાહકો પ્રતિ મિનિટના 6 પૈસા આપવા પડશે. જિયોના ગ્રાહકોને નવા ટેરિફ પ્લાન સાથે આઈયુસી આપવો પડે છે.
Read Also
- નવી શોધ/ કોરોના વાઈરસ ઈન્ફેક્શનથી બચવા આ વસ્તુનો થઈ શકે છે ઉપયોગ, ગુજરાતમાં પીવા પર છે પ્રતિબંધ
- ખેડબ્રહ્માના કોંગી ધારાસભ્યની અટકાયત થતા રોષ, આદિવાસી સમાજે આપી હાઇવે બ્લોક કરવાની ચીમકી
- IND vs AUS: મેચના ચોથા દિવસે જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજ આમ મળ્યા ગળે, જાણો શું હતું કારણ…
- ગઢમાં પાડશે ગાબડું/ મમતાને 50 હજાર વોટથી ના હરાવીશ તો કાયમ માટે રાજનીતિ છોડી દઈશ, શુભેંદુએ પણ ફેંક્યો લલકાર
- ગુજરાત યુનિવર્સીટી ફરી વિવાદમાં, સિન્ડિકેટ સભ્યની નિમણુંકને લઈને ઉઠ્યા સવાલો