GSTV
Home » News » Airtel, Vodafone-Idea યુઝર્સના રડવાના દિવસો આવ્યાં, હવે આ પ્લાન્સ માટે આપવા પડશે વધુ રૂપિયા

Airtel, Vodafone-Idea યુઝર્સના રડવાના દિવસો આવ્યાં, હવે આ પ્લાન્સ માટે આપવા પડશે વધુ રૂપિયા

vodafone amazon offer

એરટેલ, વોડાફોન-આઇડિયા યુઝર્સને ફરી એકવાર મોટો આંચકો લાગશે. હકીકતમાં કંપનીએ પોતાના યુઝર્સને મોટો ઝટકો આપવાનો નિર્ણય લીધો છે કે હવે ઇન્ટરનેશનલ રોમિંગ કૉલ્સ માટે 20 ટકા વધુ ચાર્જ આપવો પડશે. જણાવી દઇએ કે ગત વર્ષે કંપનીએ 35 રૂપિયાનાં મિનિમમ રિચાર્જ પ્લાનની ઘોષણા કરી હતી.

જણાવી દઇએ કે વોડાફોન યુઝર્સને પહેલાં જ ઇન્ટરનેશનલ રોમિંગ પ્લાન માટે 500 રૂપિયા, 2500 રૂપિયા, 3500 રૂપિયા અને 5500 રૂપિયા આપવા પડતાં હતા. પરંતુ ઇન્ટરનેશનલ રોમિંગ ચાર્જિસમાં 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે જે બાદ તેની કિંમત 599 રૂપિયા, 2999 રૂપિયા, 3999 રૂપિયા અને 5,999 રૂપિયા આપવા પડશે.

જણાવી દઇએ કે એરટેલ અને વોડાફોન-આઇડિયાના 35 રૂપિયા, 65 રૂપિયા અને 95 રૂપિયાના મિનિમમ રિચાર્જ પ્લાન છે. 35 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 26 રૂપિયાનો ટૉકટાઇમ મળે છે સાથે જ 100એમબી ડેટાનો પણ લાભ મળે છે. સાથે જ કૉલિંગ માટે 1 પૈસા પ્રતિ સેકેન્ડના હિસાબે ચાર્જીસ લાગુ થશે. 65 રૂપિયાના પ્લાનમાં 55 રૂપિયાનું બેલેન્સ અને 200 એમબી ડેટા મળશે. આ ઉપરાંત યુઝર્સે કોલિંગ માટે 1 પૈસા પ્રતિ સેકેન્ડનો ચાર્જ આપવો પડશે. 95 રૂપિયાના પ્લાનમાં ફુલ ટૉકટાઇમ અને 500એમબી ડેટા તથા 30 પૈસા પ્રતિ મિનિટ કૉલિંગ ચાર્જ લાગુ થશે.

જો કોઇ યુઝર આ પ્લાનનું રિચાર્જ ન કરાવે તો તેના નંબર પર 30 દિવસ બાદ આઉટગોઇંગ કૉલ્સ બંધ કરી દેવામાં આવશે અને 45 દિવસ બાદ ઇનકમિંગ કૉલ્સ પણ બંધ કરી દેવામાં આવશે.

Read Also

Related posts

બ્રિટનની મહારાણી આપી રહી છે નોકરી, જાણો તેના માટે કેટલા યોગ્ય છો તમે?

Nilesh Jethva

બ્રાઝીલનાં બારમાં 7 બંદુકધારીઓએ કર્યો ગોળીબાર,બાર માલિક સહિત 11 લોકોનાં મોત

Mansi Patel

માઈગ્રેન હોય તો નિયમિત દવા લેવાનું ટાળવું છે જરૂરી, જાણો શું છે કારણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!