બેલેન્સ હોવા છતાં દર મહિને ફરજિયાત કરાવવું પડશે 35 રૂપિયા રિચાર્જ, હવે આ છે શક્યતા

ભારતીય દૂરસંચાર નિયામક પ્રાધિકરણ (TRAI)એ ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયા પાસે જવાબ માંગ્યો છે. ગ્રાહકોએ ફરિયાદ કરી હતી કે બંને કંપનીઓ પોતાના પ્રિપેડ ઉપયોગકર્તાઓને મેસેજ મોકલી રહી છે કે તે પૂરતુ બેલેન્સ હોવા છતાં પોતાની સેવાઓનો ઉપયોગ ચાલુ રાખવલા માચે ફરજિયાતપણે રિચાર્જ કરાવશે. ભારતી એરટેલ અને વોડાફોન-આઇડિયા બાદ નિયામકે જણાવ્યું કે 35 રૂપિયાથી શરૂ થતા મિનમમ મંથલી રિચાર્જ પ્લાનને શરૂ કરીને માર્જિનને પ્રોત્સાહન આપવા માટે એક નવા પ્લાનની ઘોષણા કરવામાં આવી છે.

દૂરસંચાર ઓપરેટરોને આશા છે કે આ પગલાથી રિલાયન્સ જિયો ઇનફોકૉમ લિમિટેડ ટેલીકોમ માર્કેટમાં એન્ટ્રી બાદ થઇ રહેલા નુકસાનની તે ભરપાઇ કરી સકશે. પોતાના પત્રમાં ટ્રાઇએ ઓપરેટરોએ સ્પષ્ટરૂપે ત્રણ દિવસની અંદર ગ્રાહકોને સ્પષ્ટ અને પારદર્શકતા સાથે સૂચિત કરવા જણાવ્યું છે. એક અહેવાલ અનુસાર ટ્રાઇએ આ મુદ્દે ચર્ચા માટે સોમવારે બે ઓપરેટરો સાથે મુલાકાત પણ કરી છે.

ટ્રાઇએ કહ્યું કે, આ પ્રકારે ઓપરેટરોએ ગ્રાહકોની સેવા બંધ ન કરવી જોઇએ જેની પાસે મિનિમમ રિચાર્જ પ્લાન સીમાંત ગ્રાહકોની સંખ્યા, વેચાણમાં સામાન્ય અને પ્રશાસનિક ખર્ચાઓ ઘટાડવા માટે તથા પ્રિમિયમ ગ્રાહકોએ સેવામાં સુધાર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરશે.

ભારતમાં સૌથી મોટા દૂરસંચાર ઓપરેટર વોડાફોન-આઇડિયાએ પણ આવા પ્લાન્સ શરૂ કર્યા છે અને હવે ટેરિફ પોર્ટફોલિયોને સરળ બનાવવા માટે ફક્ત પાંચ ઑફર શરૂ કરી છે. તેમાં 35,65 અને 95 રૂપિયાના ત્રિમાસિક રિચાર્જ સ્કીમ છે. 21 નવેમ્બરના એક જવાબમાં વોડાફોન-આઇડિયાએ જણાવ્યું કે તેનાથી આવનારા વધુ નિષ્ક્રિય આધારમાં પણ મહત્વપૂર્ણ ઘટાડો થશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter